Homeગામનાં ચોરેપત્ની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી, વીડિયો બનાવી, યુવકે વીડિયો સાળાને મોકલ્યો

પત્ની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી, વીડિયો બનાવી, યુવકે વીડિયો સાળાને મોકલ્યો

Team Chabuk-National Desk: રાજધાની દિલ્હીના નાંગલોઈના નિલોઠીના રહેવાસી એક વ્યક્તિએ માણસાઈની તમામ હદો પાર કરી નાખી. તેણે પોતાની પત્ની પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને તેનો વીડિયો બનાવ્યો હતો. પત્નીએ તેનો વિરોધ કર્યો તો નરાધમ પતિએ પત્નીને ઝૂડી નાખી હતી અને બનાવેલો વીડિયો તેના સાળાને મોકલ્યો હતો. સાથે જ વોટ્સઅપ પર આપત્તિજનક વાતો પણ લખી હતી. આરોપીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ નાખ્યો. પત્નીની ફરિયાદ પર ફતેહપુરબેરી પોલીસ સ્ટેશને ઝીરો એફઆઈઆર નોંધાવીને રવિવારના રોજ હરિદ્વાર પોલીસને મોકલી દીધી છે.

દક્ષિણ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નાંગલોઈના નિલોઠીના રહેવાસી વ્યક્તિની આયા નગરમાં રહેનારી મહિલા સાથે વર્ષ 2017માં લગ્ન થયા હતા. તેમની કોઈ સંતાન નથી. લગ્ન બાદ જ બંનેમાં વિવાદ ઉઠવા લાગ્યો હતો. થોડા સમય પછી બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ. તે ગત અઠવાડિયે પત્નીને હરિદ્વાર લઈ ગયો હતો. અહીં હોટલમાં બંને બે દિવસ રોકાયા.

આરોપ છે કે દારૂના નશામાં ધૂત્ત પતિએ પત્નીને રૂમમાં બંધક બનાવી સૃષ્ટીવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પત્નીએ વિરોધ કરતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. બીજો આરોપ લાગ્યો છે કે પતિએ સૃષ્ટીવિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ તેનો વીડિયો મહિલાના ભાઈને મોકલ્યો હતો. વીડિયોની સાથે વોટ્સએપ પર અશોભનિય શબ્દો લખ્યા હતા.

સાળાએ વીડિયો જોઈ પોતાની બહેનની સાથે વાત કરી હતી. કોઈ રીતે મહિલા દિલ્હી પહોંચી ગઈ હતી. અહીં દક્ષિણ જિલ્લાના ફતેહપુરબેરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ઘટના અંગેની ફરિયાદ નોંધવવામાં આવી છે. ફતેહપુરબેરી પોલીસે ઝીરો એફઆઈઆર ફાઈલ કરી રવિવારના રોજ હરિદ્વાર પોલીસને મોકલી દીધી છે. એવું પણ સામે આવ્યું છે કે આરોપીને કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે. એ પોતાની પત્નીથી છૂટાછેડા ઈચ્છે છે. આ કારણે આવી અશોભનિય હરકત કરી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments