Homeગામનાં ચોરેજય વિજ્ઞાનઃ ISROની વધુ એક સફળ ઉડાન, આદિત્ય L1નું સફળ લોન્ચિંગ, પૃથ્વથી...

જય વિજ્ઞાનઃ ISROની વધુ એક સફળ ઉડાન, આદિત્ય L1નું સફળ લોન્ચિંગ, પૃથ્વથી 15 લાખ કિમી દૂર સૂર્ય સમીપ જશે ‘આદિત્ય’

Team Chabuk-National Desk: ઈસરોની નજર ચંદ્ર બાદ હવે સૂર્ય પર છે. ઈસરોએ આજે PSLV XL રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય L1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કર્યું છે. જે હવે સૂર્યનો અભ્યાસ કરશે.

આદિત્ય L1 અવકાશયાન લગભગ 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે. આ બિંદુ ગ્રહણથી પ્રભાવિત નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાશે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ રૂપિયા છે.

લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) વિશે જાણો
લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.

આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.

Aditya L1 Isro

ઈસરોના જણાવ્યા અનુસાર હાલો ઓર્બિટમાં આદિત્ય એલ1 મોકલવાનો એક મોટો લાભ છે, કેમ કે તે કોઈ પણ ગ્રહની અડચણ વિના સતત સૂર્યને જોઈ શકશે. ઈસરોએ કહ્યું કે, તેનાથી વાસ્તવિક સમયમાં સૌર ગતિવિધિઓ અને અંતરિક્ષ મૌસમ પર તેની અસર જોવાનો વધારે લાભ મળશે. આદિત્ય એલ -1ના 4 પેલોડ સીધુ સૂર્યને જોશે અને બાકી 3 એલ 1 બિન્દુ પર કણો અને વિસ્તારનું સતત અધ્યયન કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments