Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગને (rickey ponting) ચાલુ કોમેન્ટરી દરમિયાન છાતીમાં દુઃખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હૃદય સંબંધિત સમસ્યાને કારણે રિકી પોન્ટિંગને પર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની મેચ દરમિયાન રિકી પોન્ટિંગ કોમેન્ટરી કરી રહ્યો હતો તે દરમિયાન તેઓને છાતીમાં દુઃખાવો થયો હતો જેથી તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે, તેમના સહયોગીએ હાલ રિકી પોન્ટિંગની તબિયત સ્થિર હોવાની જાણકારી આપી છે. રિકી પોન્ટિંગ હવે ત્રીજા સેશનની કોમેન્ટરી નહીં કરે. અહેવાલો અનુસાર, પોન્ટિંગે પોતે અસ્વસ્થતા અનુભવતાં તેના સાથીદારોને જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો અનુભવ્યા બાદ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટ-એટેકથી નિધન થયું હતું.
ચેનલ સેવનના પ્રવક્તાએ ફોક્સ સ્પોર્ટ્સને ટાંકીને જણાવ્યું હતું કે, રિકી પોન્ટિંગની તબિયત ખરાબ છે અને તે આજના બાકીના કવરેજ માટે કોમેન્ટરી કરશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોન્ટિંગની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેમણે પોતે જ તેના સાથીદારોને અસ્વસ્થતા વિશે જણાવ્યું હતું અને કેટલાંક લક્ષણો વિશે ચિંતિત થયા પછી ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો.
પોન્ટિંગની ક્રિકેટ કરિયર
પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 168 ટેસ્ટ, 375 વન-ડે અને 17 T20 રમી છે. ટેસ્ટમાં તેમના નામે 13,378 રન, વન-ડેમાં 13,704 રન અને T20માં 401 રન છે. ટેસ્ટમાં પોન્ટિંગના નામે 41 સદી અને 62 અર્ધસદી, વન-ડેમાં 30 સદી અને 82 અર્ધસદી અને T20માં બે અર્ધસદી છે. આ સિવાય પોન્ટિંગે ટેસ્ટમાં પાંચ અને વન-ડેમાં ત્રણ વિકેટ પણ લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
