HomeસિનેમાવાદZubin Nautiyal: અનેક સુપર હિટ ગીતોમાં અવાજ આપનાર જુબીન નૌટિયાલનો અકસ્માત, જાણો...

Zubin Nautiyal: અનેક સુપર હિટ ગીતોમાં અવાજ આપનાર જુબીન નૌટિયાલનો અકસ્માત, જાણો સમગ્ર વિગત

Team Chabuk-Entertainment Desk: બોલિવુડ ફિલ્મોના જાણીતા પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલ ( Zubin Nautiyal )અકસ્માતનો ભોગ બન્યો છે. આજે વહેલી સવારે જુબીન નૌટિયાલનો અકસ્માત થયો છે. હાલ તે મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી વિગતો પ્રમાણે એક બિલ્ડિંગની સીડી પરથી પડતાં જુબીન નૌટિયાલને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં જુબીનની કોણી તૂટી ગઈ છે અને માથામાં ઈજા પહોંચી છે સાથે જ પાંસળીઓમાં પણ ઈજા થઈ છે. ગઈકાલે રાત્રે જ જુબીનની જમણી કોણીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

જુબીન નૌટિયાલનું નવું ગીત તુ સામને આયે હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતને તેમણે સિંગર યોહાની સાથે ગાયું છે. ગુરુવારે નૌટિયાલ અને યોહાની ગીતના લોન્ચ પર એક સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્ત થયા. આ અકસ્માતના કારણે સિંગરને જમણી કોણીનું ગુરુવારે રાતે ઓપરેશન કરવામાં આવ્યું. 

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જુબીન નૌટિયાલે એક અલગ નામ બનાવ્યું છે. તેમણે રાત લંબિયા, લૂટ ગયે, હમનવા મેરે અને તુજે કિતના ચાહને લગે હમ, તુમ હી આના, બેવફા તેરા માસૂમ ચહેરા, સમંદર, બારિસ, રાતા લંબિયા સહિતના અનેક સુપર હિટ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. જુબીન નૌટિયાલના અકસ્માતના સમાચાર સાંભળીને તેના ફેન્સ પણ દુઃખી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments