Homeગામનાં ચોરેકોરોના વાઇરસને સંપૂર્ણ નષ્ટ કરી શકે છે આ ટ્રીટમેન્ટ, આ દેશના સંશોધકે...

કોરોના વાઇરસને સંપૂર્ણ નષ્ટ કરી શકે છે આ ટ્રીટમેન્ટ, આ દેશના સંશોધકે કર્યો દાવો

Team Chabuk-Gujarat Desk: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીમાં એક સુખદ સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક સંશોધકે એક એવી એન્ટી વાયરલ ડ્રગને તૈયાર કરી છે ઉંદરના ફેફસામાં 99.9 ટકા કોરોના પાર્ટીકલ્સને મારવામાં સફળ રહી છે. જો કે આ દવા બજારમાં આવતા સમય લાગી શકે છે. પરંતુ ઉંદર પર થયેલા આ રિસર્ચથી કોરોના મહામારી વચ્ચે એક આશાનું કિરણ જાગ્યું છે.

આ ટ્રીટમેન્ટને ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના મેન્જિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેને નેક્સ્ટ જનરેશન સારવાર કહેવામાં આવે છે. આ સારવાર એક મેડિકલ ટેક્નોલોજીના સહારે કામ કરે છે. જેનું નામ છે જીન સાઈલેંસિંગ. ઓસ્ટ્રેલિયામાં આ ટેક્લોનોજીની શોધ 1990ના દશકામાં થઈ હતી. આ સારવાર ઇન્જેક્શન દ્વારા કરવામાં આવે છે. જીન સાઈલેંસિંગથી આરએનએનો ઉપયોગ વાઇરસ પર એટેક કરવા માટે કરાશે. આ પહેલા ફાઈઝર અને મોર્ડેનાની કોવિડ વેક્સિનમાં પણ આરએનએને મોડિફાઈ કરવામાં આવ્યો છે અને આ વેક્સિનમાં 95 ટકા બીમારીને અટકાવવાની ક્ષમતા હોવાનું સામે આવી ચુક્યું છે.

મહત્વનું છે કે આ નવી થેરાપી એવા લોકો માટે તૈયાર કરવામાં આવી રહી છે જેઓ કોરોનાના કારણે ગંભીર રીતે બીમાર છે અને જેઓ પર વેક્સિન પણ અસરકારક નથી નીવડી. ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક પ્રોફેશર નિગેલ મૈકમિલને કહ્યું કે આ ટ્રીટમેન્ટ દ્વારા વાઇરસને નવા સ્ટ્રેનમાં બદલાતો પણ રોકી શકાય છે.

પ્રોફેશર મૈકમિલનને આશા છે કે, આ ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ દુનિયામાં કોરોના વાઇરસથી થતા મોતમાં મોટો ઘટાડો જોવા મળશે. તેમણે કહ્યું કે આ ટ્રીટમેન્ટ કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીના ફેંફસામાં જઈને વાઇરસનો નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે.

જો કે હાલ તો આ ટ્રીટમેન્ટનો પ્રયોગ ઉંદર પર જ કરવામાં આવ્યો છે. તેથી આ ટ્રીટમેન્ટ મનુષ્ય પર કેટલી અસરકારક અને સુરક્ષિત નીવડે છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. સંશોધકને ભરોસો છે કે આ ટ્રીટમેન્ટથી શરીરમાં અન્ય કોઈ આડઅસર ઉભી નહીં થાય.

મહત્વનું છે કે હાલમાં પણ રેમડેસિવિર જેવી એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ કોરોના દર્દીઓ પર અજમાવવામાં આવી રહી છે. જેનાથી દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. પરંતુ ઓસ્ટ્રિલયાના સંશોધક દ્વારા વિકસાવાયેલી આ ટ્રીટમેન્ટ પ્રથમ એવી ટ્રીટમેન્ટ હશે જેનાથી વાઇરસને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના મેન્જિસ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો અને વૈજ્ઞાનિકો છેલ્લા એક વર્ષથી આ ટ્રીટમેન્ટ પર કામ કરી રહ્યા છે. એપ્રિલ 2020માં જ આ ટ્રીટમેન્ટ પર સંશોધન શરૂ કરી દેવાયું હતું. યુનિવર્સિટી ઓફ ગ્રિફિથ ટ્રીટમેન્ટ ક્લીનિકલ ટ્રાયલના આગળના ફેઝમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જો કે આ દવા માર્કેટમાં આવતા હજું થોડો સમય લાગી શકે છે. એક અહેવાલ મુજબ આ ટ્રીટમેન્ટ વર્ષ 2023માં બજારમાં આવી શકે તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments