Team Chabuk-National Desk: સિક્કિમના (Sikkim Avalanche) નાથુલાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બરફમાં ફસાયેલા 22 પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. રસ્તો સાફ કર્યા પછી, ફસાયેલા 350 પ્રવાસીઓ અને 80 વાહનોને બચાવવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. ઘાયલ થયેલા 6 લોકોએ નજીકની સૈન્ય હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. જેમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે ગંગટોકની STNM હોસ્પિટલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
