Team Chabuk-National Desk: ઉત્તરાખંડના પર્વતીયમાળામાં દ્રૌપદી કા ડાંડા નામની જગ્યાએ મંગળવારે હિમસ્ખલન થયું હતું. આ દુર્ધટનામાં ત્યારે બની જ્યારે નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 ટ્રેનિંગ કરતા લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. PTIના હવાલાથી મળેલા અહેવાલ મુજબ આ હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, 2 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તમામ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બધા લોકો સલામત રીતે પાછા ફરે તેવી ભગવાનને પ્રાર્થના. અગાઉ રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના 28 તાલીમાર્થી પર્વતારોહણ માટે ગયા હતા. આ ઘટના 14,000 ફૂટની ઉંચાઈ પર બની હતી. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોનું ચોક્કસ સ્થાન હજુ જાણી શકાયું નથી.
PTIના જણાવ્યા અનુસાર, નેહરુ પર્વતારોહણ સંસ્થાના આચાર્ય અમિત બિષ્ટે માહિતી આપી હતી કે, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હિમપ્રપાતમાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ વાયુસેના બચાવ અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત છે અને ઘણા હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પ્રશિક્ષક, તાલીમાર્થી અને નર્સિંગ સહાયક સાથે કુલ 42 લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. જેમાં 41 લોકો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
