Team Chabuk-Tech Desk: Oppo A સિરીઝનો નવો સ્માર્ટફોન Oppo A17 લૉન્ચ થઈ ગયો છે. ફોન 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પમાં આવે છે. તેની કિંમત 12,499 રૂપિયા છે. તમે આ Oppo સ્માર્ટફોનને કંપનીના ઓનલાઈન સ્ટોર તેમજ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકો છો. લોન્ચ ઓફર હેઠળ, તમને ફોન પર 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ડિસ્કાઉન્ટ માટે તમારે એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક અથવા યસ બેંક કાર્ડથી ચૂકવણી કરવી પડશે. Oppoના આ ફોનમાં 50 મેગાપિક્સલના કેમેરા સિવાય બીજા ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.
ઓપ્પો A17 ના ફીચર
ઓપ્પો A17 ફોનમાં કંપની એચડી+ રેઝોલૂશનની સાથે 6.56 ઇંચની ડિસ્પ્લે આપી રહી છે. આ ડિસ્પ્લે 60Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનમાં આપવામાં આવેલા આ ડિસ્પ્લે વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે છે અને તેનું પીક બ્રાઇડનેસ લેવલ 600 નિટ્સનું છે. ઓપ્પો A17 સ્માર્ટફોન 4જીબી LPDDR4x રેમ અને 64જીબીના eMMC5.1 સ્ટોરેજ સાથે આવે છે. પ્રોસેસર તરીકે તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G35 ચિપસેટ લાગેલી છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે બે કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. ઓપ્પોનો આ ફોન એન્ડ્રોયડ 12 પર બેસ્ડ ColorOS 12.1.1 પર કામ કરે છે.
સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. બેટરીને ચાર્જ કરવા માટે ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે. મિડનાઇટ બ્લેક અને સનલાઇટ ઓરેન્જ કલર ઓપ્શનમાં આવનાર ફોનમાં કનેક્ટિવિટી માટે ડ્યૂલ સિમ, 4જી, વાઇફાઈ, બ્લૂટૂથ 5.3 અને જીપીએસ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
