Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ અવનીત કૌર (avneet kaur) પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અવનીતના 32 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે માત્ર 21 વર્ષમાં જ પ્રસિદ્ધિનું મોટું મુકામ હાંસલ કર્યું છે. અવનીત કૌર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તેણે ખૂબ જ નાની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી. તેનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ તેમજ ટિક ટોક અને અન્ય ડિજિટલ એપ્સ પર લાખો ફેન્સ છે. દરેક વ્યક્તિ તેની એક ઝલક માટે આતુરતાથી રાહ જુએ છે. દુનિયાભરના લોકો તેના દરેક અંદાજના દિવાના છે. લોકો તેમના દરેક અવતારને જોવા આતુર હોય છે. તેવામાં અવનીત પણ ક્યારેય તેના ફેન્સનું દિલ તોડતી નથી.

હવે તેણે ફરી એકવાર લોકોના દિલોની ધડકન વધારી દીધી છે. દરરોજ અવનીત તેના નવા લુકને ફ્લોન્ટ કરતા ફોટા અથવા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. હવે ફરી એકવાર એક્ટ્રેસનો સિઝલિંગ લુક જોવા મળ્યો છે. અવનીતે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે.આ ફોટોઝમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. તેનો આ હોટ અંદાજ ફેન્સને તેના દિવાના બનાવી રહ્યો છે.


લેટેસ્ટ વિડિયોમાં, અવનીત બ્લુ રીપ્ડ ડેનિમ જીન્સ અને વ્હાઇટ ટોપ પહેરેલી જોવા મળે છે. આ સાથે તેણે યલો કલરના હાઈ હીલ્સ બૂટ પહેર્યા છે. અવનીત વ્હાઇટ સ્લીવલેસ ટોપ અને બ્લૂ હોટ પેન્ટમાં બોલ્ડ લાગી રહી છે. તેણે આ લુક સાથે ગ્લેમરસ મેકઅપ પણ કર્યો છે.

31 ઓક્ટોબર 2001ના રોજ પંજાબના જલંધરમાં જન્મેલી અવનીતે ઝી ટીવીના ડાન્સ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’થી તેની કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં અવનીત સેમીફાઈનલમાં જ બહાર થઈ ગઇ હતી. પરંતુ આ શો દ્વારા અવનીતે પોતાની ઓળખ બનાવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
