Team Chabuk-Gujarat Desk: મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યના પુત્રએ પિતાની રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. જબલપુરના બરગીથી કોંગ્રેસ ધારાસભ્ય સંજય યાદવના નાના પુત્ર વિભવે ગુરૂવારે પોતાને જ ગોળી મારી લીધી હતી. ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં ભંડારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
વિભવે આત્મહત્યા પહેલાં 2 પાનાની સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, મારો મિત્ર ઉપર ગયો, હું તેની પાસે જઈ રહ્યો છું. આ ઉપરાંત તેણે પપ્પા-મમ્મી સારા હોવાનું લખીને કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
ધારાસભ્ય સંજય યાદવના બે પુત્રો છે. તેમાંથી 17 વર્ષનો નાનો પુત્ર વિભવ ઘરે હતો. માતા સીમા કોઈ કામથી ભોપાલ ગયા હતા, જ્યારે પિતા ગ્રામીણ બેઠકમાં સામેલ થવા ગયા હતા. મોટો પુત્ર સમર્થ યાદવ પેટ્રોલ પંપ પર ગયો હતો. જેથી ઘરે માત્ર વિભવ અને એક ઘરઘાટી હરિનાથ હતો.
બપોરે દોઢ વાગ્યે ઘરના પ્રથમ માળે ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને હરિનાથ તાત્કાલિક પ્રથમ માળે પહોંચ્યો હતો જ્યાં વિભવ લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો અને તેની પાસે રિવોલ્વર પડી હતી. ત્યારબાદ હરિનાથે સંજય યાદવને જાણ કરી અને વિભવને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
આ અંગે સિટી એસપી રોહિત કાસવાનીએ કહ્યું હતું કે,લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. ઘટનાના કારણો અંગે તપાસ ચાલી રહી છે. વિભવ 12માં ધોરણમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતો હતો.
ઘટનાસ્થળેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી અને પપ્પા ખૂબ સારા છે. મારા બધા દોસ્ત ખૂબ સારા છે. મારો દોસ્ત ઉપર ચાલ્યો ગયો છે. હું પણ તેની પાસે જઈ રહ્યો છું. આ સુસાઈડ નોટ તેણે 5 મિત્રોને સેન્ડ પણ કરી હતી. તેણે મિત્રોને કહ્યું હતું કે, તમે લોકો ખૂબ સારા છો હવે હું જઈ રહ્યો છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત