Team Chabuk-Sports Desk: શુક્રવારે ક્રિકેટ જગતમાં એક શરમજનક કિસ્સો બન્યો. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનના વર્તનથી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ છે. બાંગ્લાદેશમાં હાલ ઢાકા પ્રિમિયર લીગ ચાલી રહી છે. લીગની શુક્રવારની એક મેચમા અમ્પાયરે બેટ્સમેનને આઉટ ન આપતા શાકિબ અલ હસન ભાન ભૂલ્યો અને અમ્પાયર સાથે ગેરવર્તન કર્યું. એટલું જ નહીં વિવાદ વધતાં તેણે સ્ટંપ્સ ઉખેડીને જમીન પર પછાડ્યા હતા. શાકિબની આ હરકતથી ફેન્સ ખુબ નારાજ છે.
શું છે સમગ્ર મામલો ?
શુક્રવારે શાકિબની ટીમ મોહમ્મદની સ્પોર્ટિંગ ક્લબ અને અબાહાની લિમિટેડ વચ્ચે મેચ યોજાઈ હતી. મેચની છઠ્ઠી ઓવર શાકિબ અલ હસન ફેંકી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફેકેલો બોલ બેટ્સમેન મુઝફિકર રહીમના પેડ પર વાગ્યો એટલે તેણે જોરદાર અપીલ કરી જો કે, તેની અપીલની અમ્પાયર પર કોઈ અસર ન થઈ. ત્યારબાદ તે ગુસ્સે ભરાયો અને સ્ટમ્પને જોરદાર લાત મારી. શાકિબના આવા અચંબિત કરી દેનારા વર્તન બાદ મેચને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
For someone who’s one of the best players from his country this reaction from Shakib Al Hasan is shocking. Shakib is a role model for many pic.twitter.com/cNxjfU5sd3
— Sarang Bhalerao (@bhaleraosarang) June 11, 2021
મેચ સસ્પેન્ડ થયા બાદ વધ્યો વિવાદ
અમ્પાયરે મેચ સસ્પેન્ડ કરવાનો ઈશારો કરતાં વિવાદ વધુ વકર્યો હતો. બંને બેટ્સમેન અને અમ્પાયર પવેલિયન તરફ ચાલતા થયા હતા. જો કે, આ દરમિયાન શાકિબ અમ્પાયર તરફ આવ્યો, કંઈક વાત કરી અને ગુસ્સે થઈ સ્ટંપ ઉખેડી જમીન પર પછાડ્યા હતા. શાકિબના આવા વર્તનથી ક્રિકેટપ્રેમીઓ તેના પર ખુબ ફિટકાર વરસાવી રહ્યા છે.
How long a ban should Shakib Al Hasan get for this incident? pic.twitter.com/Sx9H2UjXTn
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) June 11, 2021
મેચનું સ્કોરકાર્ડ
આ મેચમાં શાકિબે 27 બોલ પર 27 રન બનાવ્યા હતા. શાકિબની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં કુલ 6 વિકેટે 145 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિરોધી ટીમ અબાહાનીએ 5.5 ઓવરમાં 3 વિકેટે 31 રન બનાવ્યા હતા.
શાકિબનું વિવાદીત કેરિયર
શાકિબને અગાઉ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ICCએ 2019માં શાકિબ પર 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ત્રિકોણિય શ્રેણી દરમિયાન શાકિબનો બુકીએ સંપર્ક કર્યો હોવા છતાં રિપોર્ટ ન આપતા તેના પર કાર્યવાહી કરાઈ હતી. હવે શાકિબના આવા વર્તનથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત