Homeસિનેમાવાદમલયાલમ અભિનેત્રીની આત્મહત્યા, પોલીસની પ્રાથમિક તપાસમાં થયો આ ખુલાસો

મલયાલમ અભિનેત્રીની આત્મહત્યા, પોલીસની પ્રાથમિક તપાસમાં થયો આ ખુલાસો

Team Chabuk-Entertainment Desk: મલયાલમ અભિનેત્રી અર્પણા નાયરની આત્મહત્યા મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસમાં પોલીસને કેટલીક પ્રાથમિક માહિતીઓ મળી છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને પહેલી આશંકા એવી છે કે, 33 વર્ષીય અભિનેત્રીએ પારિવારિક કારણોસર અંતિમ પગલું ભર્યું છે.

31 ઓગસ્ટે મલયાલમ ટીવી અને ફિલ્મોની અભિનેત્રી અપર્ણા નાયરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીએ તિરુવનંતપુરમના પોતાના ઘરમાં ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. પંખા પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે પોતાના પતિ અને બાળકો સાથે રહેતી હતી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેની માતા અને બહેન બન્ને ઘરમાં જ હતી.

ઘટનાની જાણ થતા જ અપર્ણાને નજીકની હોસ્ટિપટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેને તબીબોએએ મૃત જાહેર કરી હતી. હોસ્પિટલે આત્મહત્યાનો કેસ નોંધીને પોલીસને જાણ કરી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે, તેણે પારિવારિક કારણોસર આ પગલું ભર્યું છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતે તેણે અભિનેત્રીના પરિવાર અને સંબંધોના નિવેદનો પણ નોંધ્યા છે.

અપર્ણા ચંદ્રમાલા, આત્મસખી, મૈથિલી વેંદુમ વરુમ અને દેવસ્પર્શમ જેવા ટીવી શોથી ખૂબ જાણીતી થઇ હતી. તેણે મેઘાતિર્થમ મુથુગૌ, આચાયંસ, કોડથી સમક્ષમ બાલન વકીલ અને કલ્કી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અપર્ણાના પરિવારમાં પતી અને બે બાળકો છે.

અપર્ણાના મૃત્યુની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેણે અત્યાર સુધી અનેક સુપરહિટ ટીવી સિરિયલ અને ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના પાત્ર નિભાવી દર્શકોના દિલોમાં સ્થાન મેળવ્યું હતું. માત્ર 33 વર્ષે તેણે દુનિયાને અલવીદા કહ્યું છે. મલિયાલમ ઇપ્લમ ઇન્ડસ્ટ્રીએ પણ અપર્ણાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments