આઈપીએલની શરૂઆત થઈ હતી ત્યારે દુબઈમાં ખુરસી પર બેસી આઈપીએલ નિહાળી રહેલા જય શાહ ઉપર સોશિયલ મીડિયામાં એક જોક્સ વાઈરલ થયો હતો. એ જોક્સ નહોતો એ આલોચના જ હતી. જેણે ક્રિકેટ જ નથી રમ્યું તે આ પદ પર છે. જોકે એ જોક્સ જય શાહની આજની ઓલરાઉન્ડર ઈનિંગ જોયા પછી ખોટો પણ ઠરી શકે.
BCCIની 89મી AGM એટલે કે વાર્ષિક જનરલ મીટીંગના એક દિવસ પહેલા પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિતના સભ્યો વચ્ચે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન થયું હતું.

મેચ યોજાયો હતો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ રમવાનું છે. એ મેચના મેદાનને પરખવા માટે જ પૂર્વ તૈયારી રૂપે સૌરવ ગાંગુલી અને જય શાહની ટીમ આમને સામને હતી. મેચનું પરિણામ તો દાદાની તરફેણમાં આવવું જોઈએ, કારણ કે દાદાને આંતરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી વધારે અનુભવ છે. તેની જગ્યાએ જય શાહની ટીમ જીતી ગઈ. સેક્રેટરી ઈલેવને દાદાની ટીમ પ્રેસિડેન્ટ ઈલેવનને 28 રને હરાવી દીધી.

જય શાહની સેક્રેટરી ઈલેવનની ટીમે પહેલી બેટીંગ લીધી અને 12 ઓવરમાં 128 રન બનાવ્યા. સેક્રેટરી ઈલેવન ટીમ માટે સૌથી વધારે રન પણ જય શાહે જ બનાવ્યા. જેણે 38 રન કર્યા અને નોટઆઉટ પણ રહ્યા.

જવાબમાં સૌરવ ગાંગુલીની ટીમ મેદાનમાં ઉતરી અને 100 રનમાં જ આઉટ થઈ ગઈ. જ્યારે કરવાના 128 હતા. સૌરવ ગાંગુલીએ તો શાનદાર બેટીંગનો નમૂનો રજૂ કર્યો જ. તેણે 53 રન ફટકારી દીધા. મોટેરા ક્રિકેટ ગ્રાઊન્ડની પ્રથમ ફિફ્ટી લગાવી દીધી. જોકે ટીમના અન્ય ખેલાડીઓ કંઈ ઉકાળી ન શક્યા.

પ્રેસિડેન્ટ ઈલેવનની ટીમને જીતતા અટકાવવા માટે પણ જય શાહનો જ મોટો રોલ રહ્યો. બોલિંગમાં 39 રન આપી સૌરવ ગાંગુલીની ટીમની બે વિકેટ લઈ લીધી. એટલે કે જય શાહે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું.
આ મેચ પછી BCCI જનરલ મીટીંગની ચર્ચા કરવાની છે. જેમાં આઈપીએલ અને ક્રિકેટને ઓલમ્પિકમાં સમાવેશ કરવા પર વાત થશે. કોરોના પછી ભારતીય ક્રિકેટ મેદાનમાં ઉતરી ચૂકી છે. સામેની બાજુ બીજા તમામ ક્રિકેટ સ્થિર છે. ડોમેસ્ટીક ક્રિકેટ રમાય રહ્યું નથી. ડોમેસ્ટિક ક્રિકેટ સિવાય આવનારા વર્ષોમાં ન્યૂઝિલેન્ડમાં યોજાનારા વુમન્સ ક્રિકેટ પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત 2021માં ટી ટ્વેન્ટી વિશ્વકપ અને 2023માં આંતરાષ્ટ્રીય વિશ્વકપ આ બંને ભારતમાં જ યોજાવાના છે. જેના પર પણ ચર્ચા થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત