Homeગામનાં ચોરેCRPFના પોતાના જ 4 સાથી જવાનો પર ગોળીબાર કરનાર આરોપી ઓફિસરનો ઉદ્દેશ્ય...

CRPFના પોતાના જ 4 સાથી જવાનો પર ગોળીબાર કરનાર આરોપી ઓફિસરનો ઉદ્દેશ્ય શું હતો?

Team Chabuk-National Desk: છત્તીસગઢમાં CRPFના એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીઓ વરસાવી દીધી. આ અંધાધૂધ ફાયરિંગમાં ચાર જવાનોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ત્રણ જવાન ઘાયલ છે. ત્રણમાંથી બે જવાનોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સોમવારના રોજ 8 નવેમ્બરે છત્તીસગઢના સુકમા જિલ્લામાં બની હતી. અહીં સ્થિત CRPF કેમ્પમાં એ સમયે અફરા-તફરી મચી ગઈ હતી જ્યારે રીતેશ રંજન નામના CRPF કોન્સ્ટેબલે પોતાના જ સાથી જવાનો પર આંધળુકિયું ફાયરિંગ કરી દીધું હતું. CRPFની પચાસમી બટાલિયનનો આ કેમ્પ રાજધાની રાયપુરથી આશરે 400 કિલોમીટર દૂર સુકમા જિલ્લાના લિંગનપલ્લી ગામમાં સ્થિત છે.

આ ઘટના બાદ બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘મરાઈગુંડા પોલીસ અંતર્ગત CRPF કેમ્પમાં સવારે આશરે 3-45 વાગ્યે જવાન રીતેશ રંજને પોતાની સર્વિસ રાઈફલ AK-47થી સાથી જવાનો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. 7 જવાનો અચાનક થયેલી ફાયરિંગની ઝપેટમાં આવી ગયા હતા. ત્રણ જવાનોની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ હતી. એક જવાનની હોસ્પિટલમાં મોત થઈ ગઈ હતી. ત્રણ અન્ય જવાનોને ભદ્રચલમ ખાતે આવેલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સ્થિતિ બગડતા બે જવાનોને એરલિફ્ટ કરી રાયપુર લઈ જવામાં આવ્યા. તેમની સ્થિતિ પણ ગંભીર છે.’

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલામાં મૃતક જવાનોના નામ રાજમણી કુમાર યાદવ, રજીબ મોન્ડાલ, ધનજી અને ધર્મેન્દ્ર કુમાર છે. ઘાયલ થયેલા જવાનોના નામ ધનંજય કુમાર સિંહ, ધર્માત્મા કુમાર અને મલય રંજન મહારાણા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુકમા જિલ્લાના મરઈગુડા લિંગનપલ્લી સીઆરપીએફ કેમ્પમાં એક જવાન દ્વારા ફાયરિંગની ઘટનામાં ચાર જવાનોના મોત થયા છે. મૃત્યુની ઘટના દુ:ખદ અને દુર્ભાગ્યજનક છે. પોલીસ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, આવી ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય, એ માટે પણ આવશ્યક ઉપાય કરવામાં આવે. મૃતક જવાનોના પરિવાર પ્રત્યે મારી શોક સંવેદના છે. ઘાયલ જવાનોના ઈલાજ માટે અધિકારીઓને નિર્દેશિત કરવામાં આવ્યા છે.

shree-hari-jyotish

બીજી બાજુ સીઆરપીએફના અધિકારીઓ દ્વારા હુમલા પાછળનું કારણ જણાવ્યું નથી. હુમલા પાછળના ઉદ્દેશ્યની તપાસ થઈ રહી છે. તેમણે ફક્ત એટલું જણાવ્યું હતું કે, આરોપી રીતેશ રંજનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સીઆરપીએફએ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. બીજી તરફ પોલીસ પણ તપાસમાં લાગી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments