Homeગામનાં ચોરેVIDEO: આફતનો વરસાદ, 16 સેકન્ડમાં મકાન કડડભૂસ

VIDEO: આફતનો વરસાદ, 16 સેકન્ડમાં મકાન કડડભૂસ

Team Chabuk-National Desk:  બિહારમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે અને હવામાન વિભાગે હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. પટના હવામાન વિભાગે બિહારના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આ જિલ્લાઓ ઉત્તર બિહારના છે.

ઠેર ઠેર પાણી

ભારે વરસાદના કારણે બિહારના કેટલાય જિલ્લાઓમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નદી-નાળાઓ છલકાયા છે. કેટલીક નદીઓ ભય સપાટી નજીક અને કેટલીક નદીઓ ભયજજક સપાટીની ઉપર વહી રહી છે. સ્થાનિક તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે અને નદીઓની આજુબાજુમાંથી ખસી જવા પણ કહ્યું છે.

મકાન કડડભૂસ

તંત્રની ચેતવણી વચ્ચે  બિહારના ભવાનીપુરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ઘરને તાસના પત્તાની જેમ માત્ર થોડી જ સેકંડમાં ધરાશાયી થતું જોઈ શકાય છે. વીડિયો ભવાનીપુરના મોતિહારી વિસ્તારનો છે. અહીં સિક્રહના નદી પર આવેલું એક મકાન પાણીના પ્રવાહ સામે ટકી શક્યું ન હતું.  વીડિયોમાં જોઈ શકાય છે કે એક જર્જરિત મકાન ધીમે-ધીમે નમી રહ્યું છે. સ્થળ પર હાજર કોઈ વ્યક્તિ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યું છે. જોતજોતામાં જ મકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જાય છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દરભંગામાં ધોધમાર

આ ઉપરાંત દરભંગા જિલ્લામાં અતિહાર ગામે પણ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ પણ ધડાકાભેર તૂટી પડી હતી.  અતિહાર ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે જેના કારણે ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ ઉપરાત બજારોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે.

ઓરેન્જ એલર્ટ

શનિવારે પણ ધોધમાર વરસાદના કારણે કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. વરસાદથી સૌથી વધુ ખતરો ઉત્તરના જિલ્લાઓમાં છે જે પહેલાં જ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બિહારની રાજધાની પટના, નાલંદા, રોહતાસ,  નવાદા, ગયા,  જહાનાબાદ તેમજ આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments