Team Chabuk-Sports Desk: હવે વનડેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે. બીસીસીઆઈએ વિરાટ કોહલીને આવનારા બે મહત્વના વિશ્વકપ પહેલા સુકાની પદેથી હટાવી દીધો છે. આ પૂર્વે કોહલીએ ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ સુકાનીપદ છોડી દીધું હતું. રિપોર્ટ્સની માનવામાં આવે તો બીસીસીઆઈએ વિરાટ કોહલીને સ્વેચ્છાએ સુકાનીપદનો ત્યાગ કરવાનું કહ્યું હતું પરંતુ કોહલીએ અવગણના કરતા બોર્ડે રોહિત શર્માના હાથમાં વનડેની બાગડોર સોંપી દીધી. હવે વિરાટ માત્ર ટેસ્ટમાં સુકાની તરીકે કાયમ છે.
બીસીસીઆઈ દ્વારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સુકાની પદ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. એ પછી પસંદગીકારોની સમિતિ દ્વારા બુધવારના રોજ વિરાટની જગ્યાએ રોહિત શર્માને વનડેનો કેપ્ટન બનાવવાનો સત્વરે નિર્ણય લીધો. વિરાટ કોહલીને સુકાની પદેથી હટાવવામાં આવ્યો છે તેની વાત બીસીસીઆઈના નિવેદનમાં પણ સામેલ નહોતી કરવામાં આવી. તેમાં ફક્ત રોહિતના હાથમાં વનડે અને ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલના કેપ્ટન હોવાની જ વાત હતી.
રાષ્ટ્રીય પસંદગીકારોની સમિતિ અને બીસીસીઆઈએ વિરાટને કેપ્ટન પદ પરથી હટાવી દીધો, તેની આકાંક્ષા કદાચિત્ 2023નો વનડે વિશ્વકપ જે ભારતની ધરતી પર રમાવાનો છે, તેની આગેવાની કરવાનો અને વિજય પ્રાપ્તિ કરવાનો હતો. જે સમયે ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ઉપરાછાપરી બે મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો અને તે વિશ્વકપમાંથી આઉટ થઈ ગઈ ત્યારથી કોહલીના માથે સુકાની પદને લઈ લટકતી તલવાર હતી. અંતમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં વનડે અને ટી ટ્વેન્ટીનું પ્રદર્શન જોતા બીસીસીઆઈ પાસે તેને બર્ખાસ્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો.
હવે ટીમની જવાબદારી રોહિત શર્માના ખભા પર છે. વનડે અને T20Iમાં તે ભારતની કમાન સંભાળશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી તેની નવી ઈનિંગનો આરંભ થવાનો છે. ભારતને આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમવાના છે. 26 ડિસેમ્બરના રોજ પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનના મેદાન પર રમાશે. બીજી તરફ રોહિત શર્માને વનડેની કમાન સોંપાતા ભારતના પૂર્વ ક્રિકેટર્સ અને કોમેન્ટેટર્સે આ નિર્ણયને આવકાર્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોએ પણ તેને સાચો નિર્ણય ઠેરવ્યો હતો. આઈસીસીએ રોહિત શર્માને અભિનંદન પાઠવ્યા હતા. આઈસીસીએ તેને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ભારતના એક નવા યુગની શરૂઆત કહી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત