Team Chabuk-Sports Desk : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ફરી પછી વિવેચકો અને ક્રિકેટ પ્રશંસકો જે વાત મનમાં વિચારીને બેઠા હતા એ જ થઈ રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે અને તે પણ સિનીયર ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે પરાજય આપ્યો એ પછી હવે વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણેના કેપ્ટન બનાવવાની માગ ઉઠી છે. અને આ માગ કોઈ સામાન્ય ક્રિકેટરે નથી કરી. ભારતના જ પૂર્વ ખેલાડી અને કેપ્ટને કરી છે.
એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ગલી ક્રિકેટની માફક માત્ર 36 રનમાં ઓલાઆઉટ થઈ ગઈ હતી. જેમાં નેતૃત્વ કોહલી કરી રહ્યો હતો. એ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 1-0થી આગળ નીકળી ગઈ હતી અને ભારતીય ટીમની સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ આલોચના કરવામાં આવી હતી.
વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝને અધવચ્ચે છોડી ભારત પરત ફર્યો હતો. જેથી કોહલીની જગ્યાએ અજિંક્ય રાહણેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તકનો પૂરતો લાભ ઉઠાવતાની સાથે જ અજિંક્ય રહાણેએ ટીમને ફરી બેઠી કરી દીધી હતી. વિવાદો, સિનીયર ખેલાડીઓની ગેરહાજરી અને નવા ખેલાડીઓ સાથે તેણે ભારતીય ટીમનું પુનરુત્થાન કર્યું હતું. એ પછી ભારતીય ટીમે મેલબોર્નમાં અજિંક્ય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ 8 વિકેટથી મેચ જીતી ગઈ હતી. સાથે જ અજિંક્ય રહાણેએ કેપ્ટન ઈનિંગ રમતા સેન્ચુરી પણ ફટકારી હતી.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોર્ન, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શેન વોર્ને પણ રહાણેની કેપ્ટનશીપના વખાણ કર્યા હતા. અને હવે ભારતના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ અજિંક્ય રહાણેના વખાણ કરી તેને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવાની માગ કરી છે.
બિશનસિંહ બેદીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં લખેલા પોતાના આર્ટિકલમાં જણાવ્યું છે કે, અજિંક્ય રહાણે મને ટાઈગર પટૌડીની યાદ અપાવે છે. રહાણેએ જે રીતે ઘાયલ ટીમની આગેવાની કરીને ઓસ્ટ્રેલિયા સામે 2-1થી ટેસ્ટ સિરીઝ જીતીને બતાવી તે વખાણવા લાયક છે.
આ અંગે બિશનસિંહ બેદીએ રહાણેની તુલના પટૌડી સાથે કરતા લખ્યું કે, રહાણેની અંદર બોલિંગમાં પરિવર્તન લાવવું અને ફિલ્ડીંગ સેટ કરવાની કળા પટૌડીની માફક જ છે. ટીમ ઈન્ડિયાને મહાન બેટ્સમેન અને સાધારણ કેપ્ટન આ બંનેમાંથી એકને પસંદ કરવાનો સમય આવી ગયો છે.
બિશન સિંહ બેદીએ કોલમના માધ્યમથી કહ્યું કે, વિરાટ કોહલી ભારત માટે લાંબુ રમી શકે આ માટે ભારતે હવે રહાણેને કેપ્ટન બનાવવો જોઈએ. એ કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે રોહિત વનડે ક્રિકેટમાં કેપ્ટનશીપ સંભાળી શકે છે.
ગત્ત વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ 2018-19ની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. દિગ્ગજોએ નિવેદન ટાંકતા કહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેના ઘર આંગણે એટલા માટે જીતી કારણ કે ડેવિડ વોર્નર અને સ્મિથ જેવા ટીમના બે મજબૂત ખેલાડીઓ ગેરહાજર હતા. આ વખતે વોર્નર અને સ્મિથની હાજરી વચ્ચે ભારતની નવી સવી જેવી જ ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે ચિત્ત કરી દીધું. જેના કારણે ક્રિકેટ વિશ્વમાં તેનું જૂનું નિવેદન ફરી સામે આવ્યું અને ઓસ્ટ્રેલિયાની ટીમની નામોશી થઈ ગઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત