Team Chabuk-National Desk : રાંચીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ પ્રસાદ યાદવની હાલત અચાનક લથડી પડી હતી. જે અંગેની માહિતી તેમના પુત્ર તેજસ્વી યાદવે આપી હતી. તેમની તબિયત વિશે માહિતી આપતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે અને તેમનો ચહેરો ફુલી ગયો છે.
લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ જોતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં પણ આવી શકે છે. મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ સાથે મીસા ભારતીએ પણ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી.
લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ વધારે લથડતા તેમને દિલ્હીની એઈમ્સમાં ભરતી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ડોક્ટર બોર્ડ તરફથી રિપોર્ટ મળતા જ જેલ પ્રશાસન અને લોઅર કોર્ટ તેની સ્વીકૃતિ આપશે. કદાચ લાલુ પ્રસાદ યાદવને આજે જ દિલ્હીની એઈમ્સમાં ખસેડવામાં આવશે. આ વચ્ચે રાબડી દેવી ફરી લાલુના વોર્ડમાં પણ પહોંચી હતી.
આ પહેલા અડધી રાત્રે પિતાની તબિયત જોવા માટે પહોંચેલા પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ચારા ઘોટાલામાં દોષિત કરાર દીધા પછી લાલુ પ્રસાદ યાદવ રાંચીની જેલમાં બંધ છે. રાંચીની રિમ્સમાં તેમનો લાંબા સમયથી ઈલાજ ચાલી રહ્યો છે.
તેજસ્વી યાદવે પિતાની મુલાકાત લીધા બાદ તેમની તબિયત અંગે એ પણ જણાવ્યું હતું કે, તેમના પિતાની કિડની 25 ટકા જ કામ કરી રહી છે અને પહેલા જ તેમના હ્રદયની સર્જરી કરવામાં આવી છે. લાલુ યાદવનું ક્રેટનાઈન લેવલ પણ વધેલું છે. આ બધાની વચ્ચે ફેફસાનું સંક્રમણ ચિંતાનો વિષય છે.
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે તેમના ફેફસામાં પાણી જમા થઈ ગયું છે. તેમને ન્યુમોનિયા થઈ જાય છે જે આ ઉંમરમાં તેમના માટે ઠીક નથી. ગુરૂવારના રોજ લાલુ યાદવને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડી હતી. તેમના સ્વાસ્થ્યની તપાસ બાદ ખ્યાલ આવ્યો છે કે લાલુ ન્યુમોનિયાની બીમારીથી પણ પરેશાન છે. જેથી તેમનો ચહેરો પણ ફુલી ગયો છે.
તેજસ્વી યાદવે કહ્યું કે, અમે લોકો તેમના તમામ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. જે પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે પરિવારના લોકો તેમનો યોગ્ય ઈલાજ ઈચ્છે છે પણ જ્યાં સુધી સંપૂર્ણ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લઈ શકાય.
આ વચ્ચે રાંચીની જેલના આઈજી બિરેન્દ્ર ભૂષણે રિમ્સ પ્રબંધનને લાલુ યાદવના સ્વાસ્થ્યની દેખરેખ માટે 24 કલાક માટે બે ડોક્ટરોની નિયુક્તિનો આદેશ આપ્યો છે. આ ડોક્ટર લાલુ યાદવને ન માત્ર સલાહ આપશે પણ કટોકટીની સ્થિતિમાં તેમને દવા પણ આપશે.
હાલ તો લાલુ પ્રસાદ યાદવના પરિવારને મળવા માટે અને રિમ્સમાં રોકાવા માટે તેમને વિશેષ પરવાનગી મળી છે. લાલુના પરિવારે રાતના એક વાગ્યે મીડિયા સાથે વાત કરી હતી. લાલુનો પરિવાર સવા આઠ વાગ્યે રાતના તેમને મળવા માટે ગયો હતો અને પરત 12-45 આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત