Team Chabuk-International Desk : જમવામાં સ્પેશિયલ ડીશ કોને ન ગમે ? સ્વાદરસિકો તો નવા નવા અખતરા કરતાં જ રહે છે. નવી નવી ડીશ ખાવાનું વિચારતા રહે છે. પરંતુ આ વાત માત્ર ખાવામાં જ લાગુ પડે છે જ્યારે જાતે બનાવવાની વાત આવે તો આ સંખ્યા અડધામાંથી પણ અડધી થઈ જાય છે. લોકડાઉનમાં કેટલાય લોકો જમવાનું બનાવતા શીખ્યા છે. યુટ્યૂબ પર નવી નવી વાનગીઓ ખુબ સર્ચ થઈ. લોકોએ નવી નવી વાનગીઓ શીખવામાં પણ રસ દાખવ્યો છે.
ગૂગલે એક આવો જ રસપ્રદ રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ પિઝા દુનિયાભરના લોકોની પહેલી પસંદ બન્યા છે. ચાલો જાણી લઈએ ભારતીય ડીશ આ રિપોર્ટમાં કેટલામાં નંબર પર છે.
44 દેશને પિઝાનું ઘેલું લાગ્યું !
ગૂગલ સર્ચના નવા રિપોર્ટ પ્રમાણે દુનિયાના 44 દેશના નાગરિકોને પિઝા પસંદ છે. ગૂગલનો આ રિપોર્ટ દુનિયાના 100 દેશોના યૂઝર્સે કરેલા સર્ચના આધારે જાહેર કરાયો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દુનિયાના 44 દેશના લોકોને પિઝા ખાવા ગમે છે. ગયા વર્ષ એટલે કે 2020માં દુનિયાભરમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી મોટાભાગના લોકોએ પિઝાને ગૂગલ પર સર્ચ કર્યા. આ દેશોની યાદીમાં ભારત, યુએઈ, સાઉદી અરબ, ફ્રાન્સ, જર્મની, સ્વીત્ઝરલૈન્ડ, પોલૈન્ડ, ઈન્ડોનેશિયા અને ઈટલીનો પણ સમાવેશ થાય છે.
બીજા નંબર પર ચાઈનીઝ ફૂડ
ચાઈનીઝ ફૂડ ખાવાવાળાની સંખ્યા પણ વધુ છે. ગૂગલ સર્ચ પ્રમાણે દુનિયામાં પિઝા પછી જો કોઈ વાનગી સર્ચ થઈ છે તો તે ચાઈનીઝ ફૂડ છે. આમ તો અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વ્યાપારિક યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ અમેરિકાના લોકોની પહેલી પસંદ ચાઈનીઝ ફૂડ જ છે. ચાઈનીઝ ખાનારાઓની યાદીમાં અમેરિકા ઉપરાંત આયરલેન્ડ, હંગરી, ગ્રીસ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નામ સામેલ છે.
નંબર ત્રણ પર સુશી
સુશી જાપાની લોકોની પ્રિય વાનગી છે. દુનિયામાં પસંદગીની દ્રષ્ટીએ સુશીએ ત્રીજો નંબર મેળવ્યો છે. સુશીને 10 દેશોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. જેમાં જાપાન, બ્રાઝીલ, યૂક્રેન, સ્વીડન, રોમાનિયા જેવા દેશોનું નામ સામેલ છે. સુશી બનાવવામાં પાકેલા ભાત સાથે અન્ય સામગ્રી અને દરિયાઈ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે.
ચોથા નંબરે ભારતીય થાળી
ભારતના લોકોએ 2020માં ભલે પિઝાને સૌથી વધુ પસંદ કર્યા હોય પરંતુ દુનિયાની ચોથી સૌથી મનપસંદ ડીશ ભારતીય ડીશ જ છે. રિપોર્ટ પરથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનીઓ ભારતીય ભોજન વધુ પસંદ છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનના લોકોએ 2020માં સૌથી વધુ ભારતીય ડીશનો ઓર્ડર આપ્યો છે. પાકિસ્તાન બાદ ભારતીય થાળીના શોખીન દેશોમાં ઈઝરાયલ, નેધરલેન્ડ અને અરૂબા જેવા દેશનું નામ સામેલ છે. જ્યારે આપણા પાડોશી નેપાળ અને શ્રીલંકાના લોકોને ચાઈનીઝ પસંદ છે.
ભારતીયોએ જ ભારતીય ડીશ સર્ચ ન કરી !
ગૂગલ સર્ચના આ રિપોર્ટ પરથી એક અન્ય વાત પણ સામે આવી છે જે થોડી વિચારવા જેવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જે-તે ડીશને મોટાભાગે પોતાના જ નાગરિકોએ પસંદ કરી છે. જેમ કે, ઈટાલીના નાગરિકોએ પિઝા, જાપાનના નગરિકોએ સુશી પરંતુ ભારતમાં તેનાથી ઉલટું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જેમાં નાગરિકોએ ભારતીય થાળીને મુકીને અન્ય ભોજન અંગે સર્ચ કર્યું છે. આવું કેમ થયું એ એક સંશોધનનો વિષય છે. કેમ કે, ભારતીય નાગરિકો વિદેશમાં જાય તો ત્યાં પણ ભારતીય ભોજનની ડીશ શોધે છે. જો કે, સર્ચમાં કેમ પાછળ રહ્યા તે કહેવું થોડું અઘરૂ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત