Team Chabuk-National Desk: ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જાદબ લાલ નાથ કથિત રીતે પોર્ન જોતા ઝડપાઈ ગયા બાદ વિવાદ વકર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ધારાસભ્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.
મહત્વનું છે કે, બાગબાસાનાં ભાજપ ધારાસભ્ય જાદબ લાલ નાથ તેમના ફોન પર વિધાનસભાનાં સત્ર દરમિયાન ક્લિપ જોઈ રહ્યાં હતાં. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આરોપ છે કે, એક તરફ ત્રિપુરા વિધાનસભામાં બજેટ સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. ધારાસભ્યો ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન જ જાદબ લાલ નાથ પોતાના ફોનમાં વ્યસ્ત હતા. જો કે, તેમની પાછળ બેસેલા કોઈ વ્યક્તિની તેમના પર નજર હતી તેમણે જાદબ લાલ નાથનો વીડિયો બનાવી લીધો હોવાનો દાવો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, જાદબ લાલ નાથ મોબાઈલ પર વીડિયો સ્ક્રોલ કરી રહ્યા છે. વીડિયો અશ્લિલ છે. સૂત્રોનું માનીએ તો ભાજપનાં ધારાસભ્ય પાસેથી આ અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.
So, BJP MLAs keep the legacy of watching porn during the Assembly sessions!
— Mayukh Biswas (@MayukhDuke) March 30, 2023
Now, BJP MLA from Bagbassa, north tripura Jadab Lal Nath was caught watching porn during the Tripura Assembly session.
Shame!#ModiHaiTohMumkinHai#SanskariRSS #BJPFailsIndia pic.twitter.com/iVyoF6fNj5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિપુરા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ આ મામલે વાત કરતા જણાવ્યું કે, અમને આ ઘટનાની જાણ થઈ છે. અમે તેની નોંધ લીધી છે. ટૂંક સમયમાં તેમને નોટિસ આપવામાં આવશે. અમે તેમની પાસેથી ખુલાસો માંગીશું. જાદબ લાલ નાથે બાગબાસા વિધાનસભા સીટ પરથી ચૂંટાયા છે. 2023ની ચૂંટણીમાં જાદબ લાલ નાથે સીપીએમના ધારાસભ્ય બિજિતા નાથને 1400 મતથી હરાવી વિજેતા બન્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત