Team Chabuk-Political Desk: અમદાવાદ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે ભગવંત માન સાથેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા બાદ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે જોકે, ભાજપ સાથે એમનો વિવાદ જૂનો પણ છે. કિશનસિંહને ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી અગાઉથી દૂર કરી દેવાયા હતા પણ શિસ્ત વિરુદ્ધ કામગીરી કરતાં પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે.

કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કિશનસિંહને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મિડિયા કન્વીનર અને પ્રદેશ ભાજપની ડીબેટ ટીમના સભ્ય રહી ચૂક્યા છે. પરંતું તેમને પંજાબના મુખ્યમંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયામા શેર કરવો ભારે પડ્યો છે. આ અંગેની જાણ ભાજપ કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
