Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. BMW અને કન્ટેનરની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા ચાર લોકો બિહારના હતા. હવે એક લાઈવ વીડિયો સામે આવ્યો છે જેમાંથી સ્પષ્ટ થાય છે કે BMWની સ્પીડ 230 kmph હતી. અકસ્માત પહેલા ફેસબુક લાઈવ વીડિયોમાં અવાજ આવી રહ્યો છે કે આજે ચારેય મૃત્યુ પામશું. ટૂંક સમયમાં અકસ્માત થાય છે અને દરેકના મોત થાય છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચારેય લોકો અને BMWનું એન્જિન દૂર પડ્યા હતા. યુવકનું માથું અને હાથ આશરે 20-30 મીટર દૂરથી મળી આવ્યા. ગાડીના ચીથરાં ઊડી ગયા. તેના ટુકડા બોરીઓમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા.
સવા કરોડની BMW 62-63 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલી રહી હતી. સ્પીડ કાંટો વધતા-વધતા 230 પર પહોંચ્યો. ફેસબુકનો વીડિયો અકસ્માત સુધી તો નથી પહોંચતો, પરંતુ તે કઈ સ્પીડે થયો હશે તેનો અંદાજો લગાવી શકાય છે. કારમાં બિહારના રોહતાસના રહેવાસી ડૉ. આનંદ કુમાર, ઝારખંડના રહેવાસી તેમના પિતરાઈ સાળા એન્જિનિયર દીપક આનંદ, મિત્ર અખિલેશ સિંહ અને ભોલા કુશવાહા હતા. ભોલા કાર ચલાવતો હતો.
ડો.આનંદ કુમાર મોંઘી ગાડી અને બાઈકના શોખીન હતા. તેમની પાસે 16 લાખની બાઈક હતી. હાલમાં જ તેમણે સવા કરોડમાં BMW ગાડી ખરીદી હતી. તેની સર્વિસ માટે લખનઉ જઈ રહ્યા હતા.
અકસ્માતની માહિતી મળતા પરિવારના સભ્યો ઉત્તર પ્રદેશ જવા રવાના થયા હતા. તે જ સમયે, તેમના પિતા ડૉ. નિર્મલ કુમારના ક્લિનિક અને નિવાસસ્થાન પર ભારે ભીડ એકઠી થઈ હતી. મૃતક ડૉ. આનંદ પ્રકાશ તેના ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. તેના લગ્ન પણ બે વર્ષ પહેલા થયા હતા. અકસ્માત બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
