Team Chabuk-Sports Desk: ન્યુઝીલેન્ડ સામે ત્રણ વન-ડે શ્રેણીની શરૂઆત બુધવાર એટલે કે આજથી થશે. આ હોમ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ આખી સિરીઝમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. આ પહેલા શ્રીલંકા સામે રમાયેલી વનડે સિરીઝમાં વિરાટ કોહલી તેના શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્માના ખાસ રેકોર્ડની બરોબરી કરી શકે છે.
રોહિત શર્માના આ રેકોર્ડની બરાબરી કરી શકે
વાસ્તવમાં, વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં 166* રનની ઇનિંગ રમી હતી. તેણે ભારતમાં રમતી વખતે 10મી વખત 150 રનનો આંકડો પાર કર્યો હતો. આ સ્કોર સાથે તેણે પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો. વીરુએ પોતાની કારકિર્દીમાં ભારતમાં રમતા 9 વખત 150નો આંકડો પાર કર્યો હતો.
કિંગ કોહલીની નજર રોહિત શર્માના રેકોર્ડ પર રહેશે. રોહિત શર્માએ ભારતમાં કુલ 11 વખત 150 રનનો આંકડો પાર કર્યો છે. હવે વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 150 રન બનાવીને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી શકે છે. બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતમાં રમતી વખતે કુલ 12 વખત 150નો આંકડો પાર કર્યો છે. આ મામલે તે નંબર વન પર છે.
સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પહોંચ્યો કિંગ કોહલી
વિરાટનું શાનદાર ફોર્મ 2023માં જોવા મળ્યું છે. તેણે કુલ 3 મેચમાં 2 સદી ફટકારી છે. કોહલીએ હવે તેની ODI કારકિર્દીમાં કુલ 46 સદી ફટકારી છે. હવે તે ધીમે ધીમે સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક જઈ રહ્યો છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં કુલ 49 ODI સદી ફટકારી છે. આવી સ્થિતિમાં કોહલી માત્ર 4 સદી સાથે તેનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા