Homeગામનાં ચોરે15 વર્ષની કિશોરીને કારમાં સેક્સ કરવું ભારે પડ્યું, આ કારણે થયું મોત...

15 વર્ષની કિશોરીને કારમાં સેક્સ કરવું ભારે પડ્યું, આ કારણે થયું મોત…

Team Chabuk-International desk: બ્રાઝિલના સાઓ પાઉલો (sao Paulo )માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કારમાં યૌન સંબંધ બાંધતી વખતે 15 વર્ષની ગ્રેબિયલી ડિક્સન નામની કિશોરીનું હાર્ટ અટેકથી મૃત્યુ થઈ ગયું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે કહ્યું છે કે, કિશોરીના શરીર પર કોઈ હિંસાના નિશાન નથી. હાલ શંકાસ્પદ મોત અનુસંધાને કેસ નોંધાયો છે અને વધુ તપાસ ચાલું છે.

એક ખાનગી વેબસાઈટના અહેવાલ મુજબ પોલીસનું કહેવું છે કે, સાઓ પાઓલોમાં એક 15 વર્ષીય કિશોરી 26 વર્ષીય યુવક સાથે કારમાં યૌન સંબંધ બાંધી રહી હતી. આ દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું મૃત્યું થયું છે. 26 વર્ષીય યુવકે પોલીસને કહ્યું કે, તે અને તેની ગ્રેબિયલી ડિક્સન કારમાં શારિરીક સંબંધ બાંધી રહ્યા હતા. આ દરમિયાન તેની ગ્રેબિયલી ડિક્સન બેભાન થઈ ગઈ. જે બાદ તેને યુવકે સાઓ પાઉલોના ક્યૂબાટામાં યુપીએ જાર્ડિમ કૈસ્કિએરો મેડિકલ ફેસિલિટીમાં દાખલ કરી. જ્યાંથી માહિતી મળી કે તેનું મૃત્યુ થયું છે.

યુવકે કહ્યું કે, ગ્રેબિયલી ડિક્સનના હોઠ અને ચામડી પીડી પડવા લાગી હતી. તેના હાથ પાછળની તરફ મરડાઈ ગયા હતા. તે બેભાન અવસ્થામાં જ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટર્સે ડિક્સન બચાવવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સિક્યોરિટી મુજબ, કિશોરીની સારવાર કરનારી નર્સ તેના ગુપ્તાંગમાં લોહી મળ્યું. પોલીસે હિંસા મુદ્દે પણ હોસ્પિટલ પાસેથી જાણકારી મેળવી. જો કે, નર્સએ કોઈ પણ પ્રકારની હિંસા થઈ હોવાનો ઈનકાર કરી દીધો હતો.

યુવકે કિશોરી સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. જો કે, બીજી તરફ કિશોરીના પરિવારે દાવો કર્યો છે કે, તેમને આ યુવક સાથે કિશોરીના સંબંધ વિશેની કોઈ માહિતી નથી. કિશોરીના પરિવારે એ પણ કહ્યું કે, તેઓને એ પણ ખબર નથી કે કિશોરી કોઈ બીમારીથી પીડિત હતી કે કેમ. ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલમાં 14 વર્ષની ઉંમરે શારિરીક સંબંધ બાંધવાની છૂટ આપવામાં આવી છે. જેથી યુવક પર દુષ્કર્મનો ગુનો પણ નથી નોંધવામાં આવ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments