Homeદે ઘુમા કેRishabh Pant Accident: ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત, પંતને ગંભીર ઈજાઓ પહોંચી,...

Rishabh Pant Accident: ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત, પંતને ગંભીર ઈજાઓ પહોંચી, પ્લાસ્ટિક સર્જરી થશે

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતનો (Rishabh Pant) આજે સવારે અકસ્માત થયો છે. અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. રિષભ પંત કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પંતની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર રેલિંગ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અકસ્માતમાં ઈજા પહોંચતાં રિષભ પંતને 108ની મદદથી રુરકી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ પંતને દહેરાદુનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ અકસ્માત દિલ્હી-દહેરાદુન હાઈવે પર રુરકી બોર્ડર નજીક થયો છે. અકસ્માતમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે.

પંતની પ્લાસ્ટિક સર્જરી થશે

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ઋષભ પંતની હાલત સ્થિર છે, તેમને રુરકીથી દિલ્હી ખસેડવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

રિષભ પંતના અકસ્માત બાદ હોસ્પિટલના કેટલાક ફોટો પણ સામે આવ્યા છે. જેમાં પંતને ગંભીર ઈજા પહોંચી હોવાનું દેખાઈ રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments