Homeદે ઘુમા કેકોણ છે ભારતીય ક્રિકેટ ટીમના એ બે ખેલાડીઓ જે કોરોના પોઝિટિવ આવ્યા?

કોણ છે ભારતીય ક્રિકેટ ટીમના એ બે ખેલાડીઓ જે કોરોના પોઝિટિવ આવ્યા?

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડમાં ગયેલી પ્રવાસી ભારતીય ટીમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખબરોની માનવામાં આવે તો આ એવા સમયે થયું જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમનાં ખેલાડીઓનો વિરામકાળ ચાલી રહ્યો હતો. જે બે પ્લેયરનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી એક ખેલાડી રિકવર થઈ ગયો છે જ્યારે અન્ય ખેલાડીનો જલ્દી જ બીજી વખત ટેસ્ટ કરવામાં આવશે.

સમાચાર એજન્સી ANIનાં જણાવ્યા અનુસાર બંને ખેલાડીઓને ઠંડી લાગવી, ઉધરસ જેવા લક્ષણોની સમસ્યા થઈ હતી. જોકે આ બંને ખેલાડીઓની સ્થિતિ કાબૂમાં છે. પોઝિટિવ આવ્યા બાદ બંને ખેલાડીઓમાંથી એકનો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે જ્યારે અન્ય એક ખેલાડીનો ટેસ્ટ 18 જુલાઈનાં રોજ કરવામાં આવશે. એટલે કે રવિવારના રોજ અન્ય એક ખેલાડીનો પણ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ બાદ તે ટીમ સાથે જોડાઈ શકે છે.

ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણી રમવા માટે તૈયાર છે અને ટીમ ડરહમ જશે. જ્યારે અન્ય ખેલાડીઓ જે પોઝિટિવ આવ્યા છે તે નહીં જાય. બબલમાં જતાં પહેલા અન્ય ખેલાડીઓનો ટેસ્ટ પણ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારીઓ પ્રમાણે આ ખેલાડીઓએ બે ત્રણ દિવસ પહેલા જ વેક્સિનનો ડોઝ લીધો છે. બીસીસીઆઈ દ્વારા લખવામાં આવેલી ચીઠ્ઠીમાં જણાવાવમાં આવ્યું હતું કે કોઈ પણ ખેલાડી યુરો કે વિમ્બલ્ડન જોવા માટે નહીં જાય.

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પહેલા આ ચિંતાનો વિષય નથી. તમામ ખેલાડીઓ સ્વસ્થ છે. નિયમોનું પાલન કરી રહ્યા છે. નિયમિત રીતે તમામ ખેલાડીઓનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રમાવાની છે. 20 જુલાઈથી ભારતીય ટીમને એક કાઉન્ટી મેચ રમવાનો છે. જે ત્રિ-દિવસીય પ્રેક્ટિસ મેચ રહેશે.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ લાંબા વિરામમાં હતા. તમામ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં પોતાના પરિવારની સાથે હતા અને ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા હતા. ઈંગ્લેન્ડમાં યોજનારી ટેસ્ટ સિરીઝ માટે તમામ ખેલાડીઓને એકત્રિત થવાનું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments