Team Chabuk-Budget-Desk : કોરોના પછીનું બજેટ પણ કોરોનાના ફાળે ગયું એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. કોરોના પછી આપણને ખ્યાલ આવ્યો કે મહામારીઓ આવે ત્યારે સ્વાસ્થ્ય સુવિધા જ કામ આવે છે. બાકી બધું તો બંધ કરવું પડે છે. આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રિય બજેટની જાહેરાત કરી. શરૂઆતમાં જ કોરોના વેક્સિનને લઈ નાણાંમંત્રીએ મોટી જાહેરાત કરી દેતા એ પણ સ્પષ્ટ થઈ ગયું કે સરકાર માટે આ વર્ષે પણ કોરોના એ જ મોટી માથાકૂટ રહેવાની છે, કારણ કે સરકારે ન માત્ર વેક્સિન બનાવી દેશના નાગરિકોને આપવાનું બીડું ઝડપ્યું છે પણ પાડોશી દેશમાં પણ નિકાસ કરવાની છે. ગત્ત વર્ષ આખું સ્વાસ્થ્ય અને સુવિધાઓમાં જ ગયું. ઘણી જગ્યાએ સ્વાસ્થ્ય સુવિધાઓની પોલ પણ ખુલી ગઈ. એટલે આ વખતે સરકારે બજેટમાં મોટાભાગનો ખર્ચ વેક્સિન પાછળ જ કરવાનો છે.
બજેટમાં તેમણે કહ્યું કે, કોરોનાના કારણે દેશભરમાં મોટી અસર પડી છે અને આ કારણે જ ભારતે પણ એ મહામારી સામે લડવા માટે પગલાં ઉઠાવ્યા છે. આમ કહી તેમણે કોરોના વેક્સિન માટે આ બજેટમાં 35,000 કરોડ રૂપિયા ફાળવ્યાની વાત સામે રાખી હતી.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે સ્વાસ્થ્ય અને હેલ્થકેર સેક્ટર માટે 94 હજાર કરોડ રૂપિયાથી વધારીને 2.38 લાખ કરોડ રૂપિયા કર્યું છે અને આ કારણે દેશના તમામ લોકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવશે.
બજેટમાં અત્યાર સુધી નાણામંત્રીએ શું શું કહ્યું ?
નાણાંમંત્રીએ કહ્યું કે, અમે અત્યાર સુધીમાં 100થી વધારે દેશના લોકોને કોવિડ વિરૂદ્ધ સુરક્ષા આપી છે. પીએમએ વૈજ્ઞાનિકોને શ્રેય આપતા ટીકાકરણ અભિયાનનો શુભારંભ કર્યો. ઈતિહાસમાં આ ક્ષણ એક નવા યુગની શરૂઆત છે. ભારત તમામ રીતે સંભાવનાઓ અને આશાઓની ધરતી બનવા માટે તૈયાર છે. આ સિવાય તેમણે કહ્યું કે નણાકીય વર્ષ 2020-21માં સરકારે 4.21 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
આ નાણાકીય વર્ષ 2021-22માં સરકારે 4.39 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વખતે સ્વાસ્થ્ય ક્ષેત્રનું બજેટ 94 હજાર કરોડથી વધારીને 2.38 લાખ કરોડ રાખી દેવામાં આવ્યું છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, 2021-22નું બજેટ 6 સ્તંભો પર ટકેલું છે. જેમાંના મુખ્ય સ્તંભ એટલે કે, પ્રથમ સ્વાસ્થ્ય અને કલ્યાણ, બીજો ભૌતિક વિજ્ઞાન-નાણાકીય રકમ અને અવસંરચના, ત્રીજો આકાંક્ષી ભારત માટે કરવામાં આવેલો સમાવેશી વિકાસ, ચોથો સ્તંભ ન્યૂનતમ સરકાર ને અધિકતમ શાસન.
સરકારે સૌથી સંવેદનશીલ વર્ગોને આધાર આપવા માટે પીએમજીકેવાઈ, ત્રણ આત્મનિર્ભર પેકેજ અને બાદમાં કરવામાં આવેલી ઘોષણાઓ પણ મિની બજેટ સમાન હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત