Homeગામનાં ચોરેતમારી ઉંમર જો આટલી હોય તો ઈન્કમ ટેક્સ ખતમ... ગુડબાય... ગયા

તમારી ઉંમર જો આટલી હોય તો ઈન્કમ ટેક્સ ખતમ… ગુડબાય… ગયા

Team Chabuk-Budget Desk : કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 2021-22ના બજેટને રજૂ કર્યું હતું. આ બજેટની ખાસ વાત એ છે કે જેની જનતા આશા લગાવીને બેઠી હતી એ આશા ઠગારી નીવડી છે એટલે કે બજેટમાં સામાન્ય જનતાને ટેક્સમાંથી રાહત નથી આપવામાં આવી.

ગત્ત વર્ષના જે ટેક્સ સ્લેબ હતો એ જ સ્લેબને યથાવત્ રાખવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે સામાન્ય જનતામાંથી એક વર્ગને પસંદ કર્યો છે. આ વર્ગ 75 પારનો છે. એટલે કે જો તમારી ઉંમર 75 ઉપર છે તો તમારે ટેક્સ નથી ભરવાનો. તેમના માટે ITR ખતમ થઈ ગયો છે.

જણાવી દઈએ કે જો કોઈની સેલરી 2.5 લાખ રૂપિયા છે તો તેને સરકાર દ્વારા કર મુક્ત રાખવામાં આવ્યો છે. જે નવા અને જૂના બંને સ્લેબની સિસ્ટમમાં એક સમાન છે. ત્યાં 2.5 લાખ રૂપિયામાંથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર પહેલાની માફક જ 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. બીજી બાજુ જે લોકોની આવક 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની છે. તેના પર 10 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. જેમની આવક 7.5થી 10 લાખ સુધીની છે તેમના પર 15 ટકા ટેક્સ ચૂકાવવાનો રહેશે.

ઈનકમનવા દરજૂના દર
2.5 લાખકોઈ કર નહિકોઈ કર નહિ
2.5 લાખથી 5 લાખ5 ટકા5 ટકા
5 લાખથી 7.5 લાખ10 ટકા20 ટકા
7.5 લાખ 10 લાખ15 ટકા20 ટકા
10 લાખ 12.5 લાખ20 ટકા30 ટકા
12.5 લાખથી 15 લાખ25 ટકા30 ટકા
15 લાખથી ઉપર30 ટકા30 ટકા

15 લાખથી વધારે કમાણી છે

એ લોકો જે વર્ષના 10 લાખથી 12.5 લાખ રૂપિયાની કમાણી કરે છે તો તેમને 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર સરકાર દ્વારા 25 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. અને જેમની આવક 15 લાખ રૂપિયાથી વધારે છે તેમના પર 30 લાખ ટેક્સ લગાવવામાં આવ્યો છે.

ઈન્કમ ટેક્સ શું છે ?

તમારી વાર્ષિક આવક પર કેન્દ્ર સરકાર જે કર વસૂલે છે તેને ઈન્કમ ટેક્સ કહેવામાં આવે છે. જે દરેક વ્યક્તિની આવકના હિસાબે અલગ અલગ વસૂલ કરવામાં આવે છે. આ જ ઈન્કમ ટેક્સ વ્યાવસાયિક સંસ્થાઓ પર કોર્પોરેટ ટેક્સના રૂપે વસૂલવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments