Homeગામનાં ચોરેકોરોના બાદ ડેન્ગ્યુથી દેશમાં હાહાકાર, નવ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય...

કોરોના બાદ ડેન્ગ્યુથી દેશમાં હાહાકાર, નવ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી

Team Chabuk-National Desk: કોરોના મહામારી બાદ હવે દેશબરમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં અનેક લોકો ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ઘણા રાજ્યમાં ડેન્ગ્યુને કાબુ કરવો મુશ્કેલ બની ગયું છે. એવામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નવ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રની ટીમ રવાના કરવામાં આવી છે. નિષ્ણાતોની આ ટીમ રાજ્યની ટીમ સાથે સંકલન સાધીને તેઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નવ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને પત્ર પણ મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ડેન્ગ્યુને કાબુમાં લેવા માટે નિષ્ણાતોની ટીમ મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ટીમમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર અને મચ્છર જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારીઓ સામેલ છે.

આ રાજ્યમાં મોકલવામાં આવી કેન્દ્રની ટીમ

કેન્દ્ર સરકાર વધી રહેલા ડેન્ગ્યુના કહેરને જોતાં નવ રાજ્યમાં વિશેષ ટીમ મોકલવાની વ્યવસ્થા કરી છે. આ રાજ્યમાં ડેન્ગ્યુ કાબુની બહાર છે. કેન્દ્ર સરકાર દ્વારા જે રાજ્યમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે તેમાં, હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ કરાયો છે. આ તમામ રાજ્યમાં ડેન્ગ્યુના મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે.

દિલ્હીમાં સ્થિતિ ખરાબ

દેશની રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 1530 ડેન્ગ્યુના દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી 1200 કેસ માત્ર ઓક્ટોબર મહિનામાં નોંધાયા છે. જે છેલ્લા ચાર વર્ષના સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે જે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ વધું છે ત્યાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવે.

અન્ય રાજ્યની સ્થિતિ

મહારાષ્ટ્રના પૂણેમાં ઓક્ટોબર મહિનામાં 168 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. તો સપ્ટેમ્બરમાં 192 દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે ચંડીગઢમાં અત્યાર સુધી 33 ડેન્ગ્યુના કેસ નોંધાઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 1000થી વધુ દર્દીઓની ઓળખ થઈ છે. જેમાંથી 68 ટકા કેસ ઓક્ટોબર મહિનામાં નોંધાયા છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments