Homeદે ઘુમા કેઆજની T20Iમાં ચહલ પાસે બુમરાહનો રેકોર્ડ તોડી સર્વાધિક વિકેટ લેનારા બોલર બનવાની...

આજની T20Iમાં ચહલ પાસે બુમરાહનો રેકોર્ડ તોડી સર્વાધિક વિકેટ લેનારા બોલર બનવાની તક

Team Chabuk-Sports Desk: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમ T20I મેચ રમાશે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં યોજનારી આ મેચમાં બંને ટીમ જીતની સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છશે. ભારત વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કરવા જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વ્હાઈટ વોશથી બચવા માટે. આ મેચમાં ભારતના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એક વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધની મેચમાં એક વિકેટ લેતા જ T20I આંતરાષ્ટ્રીયમાં સર્વાધિક વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે. હાલ જસપ્રીત બુમરાહના નામે આ કિર્તીમાન છે. બંને ખેલાડીઓએ 66 વિકેટ લીધી છે. બુમરાહે 55 મેચમાં જ્યારે ચહલે 52 મેચમાં આ કિર્તીમાન રચ્યો છે.

ચહલની આ સિરીઝની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં બે મેચ રમ્યા છે અને કુલ બે વિકેટ લીધી છે. એવામાં જો તેને અંતિમ મેચમાં પણ તક મળે છે તો એ આ ઈતિહાસ રચી દેશે. બુમરાહને આ શ્રેણીના અંતિમ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણીમાં તે ભારતીય ટીમમાં પુનરાગમન કરશે. આ સિવાય ટેસ્ટ અને ટી ટ્વેન્ટીમાં તેને વાઈસ કેપ્ટનની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

ગત મેચની જો વાત કરવામાં આવે તો ભારતે વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ આઠ રનથી રસાકસીભરી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 52 અને ઋષભ પંતે અણનમ 52 રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી ટીમે 186 રનનો લક્ષ્યાંક મહેમાન ટીમને આપ્યો હતો. ભુવનેશ્વર કુમારની ધારદાર બોલિંગના સહારે ટીમે વેસ્ટ ઈન્ડિઝનો વિજય રથ 178 રન પર રોકી દીધો હતો અને બીજી ટી ટ્વેન્ટી સાથે શ્રેણી પોતાના નામે કરી હતી. આજે ભારતીય ટીમ ઈડન ગાર્ડનમાં વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કરવાના ઈરાદાથી ઉતરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments