Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાનો ઊના તાલુકો અને તેની આસપાસના ગામડાઓ તૌકતે વાવાઝોડા બાદ ફરી એકવાર બેઠા થયા છે. વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ ઊનામાં ફરી એકવાર લીલોતરી જોવા મળી રહી છે. નાળિયેરી અને આંબાના પાકમાં ફરી ફાલ બંધાયો છે.
ઊના અને તેની આસપાસના ગામડાઓ તેમજ તાલાલા પંથકમાં કેસર કેરીના પાક માટે હાલ આંબાવાડીઓમાં મોરનું આવરણ બે તબક્કામાં થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરીમાં આવેલા મોરમાં સારૂ બંધારણ થવાની ખેડૂતોમાં આશા છે. ખેડૂતોને આશા છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફૂટેલા મોર પર જ કેરીની સીઝનનો આધાર છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારૂ રહે તો જ ઉત્પાદનમાં ફાયદો થઈ શકે તેમ છે.
હાલ મોર ફૂટવાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે. મહાશિવરાત્રી સુધી ઠંડી રહે તો પાછોતરી ફૂટ થઈ જશે. આંબાની બાગ રાખતા વેપારીઓ અને ખેડૂતોને આશા છે કે આ વખતે કોઈ મુશ્કેલી નહીં આવે અને કેરીના સારા પાકના કારણે તેમને ફાયદો થશે.
મે 2021 દીવ, ઊના સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લા, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ કેટલાક ગામડાના લોકોને ક્યારેય નહીં ભૂલાય. 150થી વધુ ગતિથી ફૂંકાયેલા પવનને આજે પણ લોકો યાદ કરીને ડરી રહ્યા છે અને ભવિષ્યમાં ક્યારેય આવી આફત ન આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
વાવાઝોડા બાદ ખેતરોના ખેતરો બરબાદ થઈ ગયા હતા. જ્યાં જુઓ ત્યાં વૃક્ષોનો કાટમાળ પડ્યો હતો. મહિનાઓ સુધી લોકો વીજળીથી વંચિત રહ્યા હતા. ખેતરોમાં પડી ગયેલા વૃક્ષો સાફ કરતાં જ ખેડૂતોને મહિનાઓ લાગ્યા હતા. જો કે, ખેડૂતોની મહેનત હવે રંગ લાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
