Homeદે ઘુમા કેસ્ટાર ક્રિકેટરને નિયમો તોડવા ભારે પડ્યા, એક વર્ષ માટે કરાયો સસ્પેન્ડ, જાણો...

સ્ટાર ક્રિકેટરને નિયમો તોડવા ભારે પડ્યા, એક વર્ષ માટે કરાયો સસ્પેન્ડ, જાણો વિગતો

Team Chabuk-Sports Desk: શ્રીલંકા ક્રિકેટે સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ચમિકા કરુણારત્ને (chamika karunaratne) સામે મોટી કાર્યવાહી કરી છે. 26 વર્ષીય ચમિકા કરુણારત્નેને T20 વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓના કોન્ટ્રેક્ટ નિયમોનો ભંગ કરવા બદલ બોર્ડ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને હવે SLCની એક્ઝિક્યુટિવ કમિટીએ ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવેલી શિસ્તબદ્ધ તપાસ બાદ સજાની જાહેરાત કરી છે.

SLC એ તેના નિવેદનમાં કહ્યું હતું કે, “ચમિકા કરુણારત્નેના ઉલ્લંઘનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સમિતિએ SLC કમિટીને ભલામણ કરી હતી કે ખેલાડીને ભવિષ્યમાં આવું ન કરવા માટે સખત ચેતવણી આપવામાં આવે અને એ સાથે એવી સજા આપવી જોઈએ કે તેની વધુ અસર તેના ક્રિકેટ કરિયર પર ન પડે.’

આ સાથે બોર્ડે વધુમાં કહ્યું હતું કે, ‘આવી સ્થિતિમાં તારણો અને તપાસ પેનલની ભલામણોને અનુસરીને કાર્યકારી સમિતિએ તમામ પ્રકારના ક્રિકેટમાં ભાગ લેવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે અને આ સિવાય કરુણારત્ને સામે 5000 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ. 4.08 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર તાજેતરમાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં ચમિકા કરુણારત્નેએ સાત મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે ચમિકા કરુણારત્નેએ પણ પોતાના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે.

26 વર્ષીય ચમિકા કરુણારત્ને શ્રીલંકા માટે એક ટેસ્ટ, 18 ODI અને 38 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યા છે અને કરુણાકરત્નેએ 22 રન બનાવવા ઉપરાંત ટેસ્ટ મેચમાં એક વિકેટ લીધી છે.જો વન-ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો કરુણારત્નેએ 34.18ની એવરેજથી 376 રન બનાવ્યા છે જેમાં એક અડધી સદી સામેલ છે અને આ સિવાય ટી20 ઈન્ટરનેશનલમાં કરુણારત્નેના 15.11ની એવરેજથી 257 રન છે. જણાવી દઈએ કે ચમિકા કરુણારત્નેએ શ્રીલંકા માટે વનડેમાં 16 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 21 વિકેટ લીધી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments