Homeદે ઘુમા કેચૈન્નઈ પ્લેઓફમાં: ધોનીએ 2011ના વિશ્વકપની ફાઈનલમાં ફટકારેલી સિક્સની પાછી યાદ અપાવી દીધી

ચૈન્નઈ પ્લેઓફમાં: ધોનીએ 2011ના વિશ્વકપની ફાઈનલમાં ફટકારેલી સિક્સની પાછી યાદ અપાવી દીધી

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ની 44મી મેચમાં ચૈન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને છ વિકેટથી પરાજય આપ્યો છે. ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી 134નો સ્કોર કર્યો હતો. જવાબમાં ચૈન્નઈએ 19.4 ઓવરમાં 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

rps-baby-world-1

ચૈન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 96 મીટરની સિક્સ લગાવી ટીમને જીત અપાવી હતી. આ સિક્સે દર્શકોને વિશ્વકપ 2011ની સિક્સની યાદ અપાવી દીધી હતી. હૈદરાબાદની વિરૂદ્ધ ધોનીએ નોટઆઉટ 14 રન કર્યાં હતા. આ જીતની સાથે ચૈન્નઈ પ્લેઓફમાં ક્વોલિફાઈ કરનારી આઈપીએલ-14ની પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમના 18 પોંઈન્ટ છે. ધોનીની ટીમે ગત સિઝનની નિષ્ફળતાઓમાંથી બોધપાઠ લઈ આ વર્ષે સુંદર પ્રદર્શન કર્યું છે. 2020માં ટીમ પોંઈન્ટ ટેબલ પર સાતમાં સ્થાન પર હતી.

rps-baby-world-1

ગત વર્ષે પ્લેઓફમાં પહોંચનારી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ સિઝન દુર્ભાગ્યપૂર્ણ સાબિત થઈ છે. પોંઈન્ટ ટેબલમાં તે અંતિમ સ્થાન પર છે અને પ્લેઓફની રેસમાંથી પણ બહાર નીકળી ચૂકી છે. 11 મેચમાંથી તેના ચાર પોંઈન્ટ છે. ચૈન્નઈની ટીમે 12 વખત આઈપીએલ મેચ રમી છે અને રેકોર્ડ અગિયારમી વખત પ્લેઓફમાં પહોંચી છે. બે વર્ષ માટે ટીમને નિલંબિત કરી દેવામાં આવી હતી.

rps-baby-world-1

મેચની વાત કરીએ તો હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ થઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ટીમનો ઓપનર જેસન રોય બે રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. 11 રન પર કેપ્ટન કેન વિલિયમસન આઉટ થયો હતો. પ્રિયમ ગર્ગ સાત, અભિષેક શર્મા 18, અબ્દુલ સમદ 18, રાશિદ ખાન 17 અને જેસન હોલ્ડર પાંચ રન પર આઉટ થયો હતો.

rps-baby-world-1

મેચમાં ઋદ્ધિમાન સહાએ સૌથી વધુ એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ચૈન્નઈની ટીમના હેઝલવુડને ત્રણ અને બ્રાવોને બે વિકેટ મળી હતી. શાર્દુલ ઠાકુર અને જાડેજાને એક એક વિકેટ મળી હતી. 135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી ચૈન્નઈની ટીમને ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસે શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાઈ હતી. ગાયકવાડે 38 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 45 રન બનાવી આઉટ થયો હતો. મોઈન અલીએ 17 રન બનાવ્યા હતા.

rps-baby-world-1

ડુપ્લેસિસ 36 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 41 રન બનાવી આઉટ થયો હતો. અહીંથી અંબાતી રાયડુ અને ધોનીએ મળી ટીમને જીત અપાવી હતી. રાયડુ 13 બોલમાં 17 જ્યારે ધોનીએ 11 બોલમાં 14 રન બનાવ્યા હતા. દર્શકો માટે મેચની ખાસ ઝલક ધોનીની વર્લ્ડકપની સિક્સનું રિવીઝન હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments