Homeગામનાં ચોરેVIDEO: બે જૂથ વચ્ચે અથડામણ, જાહેરમાં 15-20 રાઉન્ડ ફાયરિંગ, અફરાતફરીનો માહોલ

VIDEO: બે જૂથ વચ્ચે અથડામણ, જાહેરમાં 15-20 રાઉન્ડ ફાયરિંગ, અફરાતફરીનો માહોલ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના થાણેના અંબરનાથમાં રવિવારે રસ્તામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. શરૂઆતની તપાસમાં માહિતી મળી છે કે બળદગાડીની રેસને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને લડાઈ પણ થઈ હતી. ત્યાર પછી 15-20 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમાં કોઈ ઘાયલ થયાની માહિતી નથી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહેલું છે કે કેટલાક લોકો ગાડીની આજુબાજુ ઊભેલા છે, ત્યારે સામેની તરફથી અચાનક ગોળીબારી કરવામાં આવે છે. આ દરમિયાન રસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. જેમ જેમ ગોળીબાર ચાલુ રહ્યો એમ કેટલાક લોકો કવર માટે વાહનોની પાછળ દોડે છે, જ્યારે અન્ય લોકો પાર્ક કરેલી કારની પાછળ સંતાવાનો પ્રયાસ કરે છે.

આ ઘટના થાણે જિલ્લાના અંબરનાથમાં બળદગાડાની રેસ દરમિયાન થઈ, જ્યારે બે વ્યક્તિ પનવેલનો પંઢરીશેઠ ફડકે અને કલ્યાણના રાહુલ પાટીલ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર પછી બંને જૂથ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન એક જૂથે બીજા જૂથ પર ફાયરિંગ શરૂ કર્યું. રાહુલ પાટીલનો આરોપ છે કે ફડકેના સમર્થકોએ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી હતી.

શિવાજીનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં સુધી લોકો ત્યાંથી નીકળી ચૂક્યા હતા. થોડા સમય પછી રાહુલ પાટીલના સમર્થકો ઘટનાસ્થળે જમા થઈ ગયા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ કેસના આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને શોધવા માટે 8થી 10 ટીમ મોકલવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments