Homeગામનાં ચોરેCrime News: લિવ ઈન પાર્ટનરે હત્યા બાદ પ્રેમિકાના 35 ટુકડા કર્યા, પોલીસે...

Crime News: લિવ ઈન પાર્ટનરે હત્યા બાદ પ્રેમિકાના 35 ટુકડા કર્યા, પોલીસે છ મહિના બાદ શ્રદ્ધા મર્ડર કેસમાં ખુલાસો કર્યો

Team Chabuk-National Desk: દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે લગભગ 6 મહિના પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે જેનું નામ આફતાબ જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આફતાબ અને શ્રદ્ધા નામની યુવતીની મિત્રતા મુંબઈના એક કોલ સેન્ટરમાં કામ કરતી વખતે થઈ હતી. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, ત્યારબાદ પરિવારનો વિરોધ કરતા બંને દિલ્હી ભાગી ગયા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ આફતાબ પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસના એક અધિકારીએ મીડિયાને કહ્યું- હત્યા બાદ આફતાબે મૃતદેહના 35 ટુકડા કર્યા હતા અને 18 દિવસ સુધી તે આ ટુકડાઓને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો. પોલીસની ફોરેન્સિક ટીમ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, 18 મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્રદ્ધા બૂમો પાડી રહી હતી. આરોપી આફતાબે શ્રદ્ધાનું મોઢું દબાવી દીધું, જેથી આસપાસના લોકો અવાજ ન સાંભળી શકે અને આ દરમિયાન શ્રદ્ધાનું મોત થઈ ગયું. શ્રદ્ધાને મૃત જોઈને આફતાબ ગભરાઈ ગયો, ત્યાર બાદ આફતાબે શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે પાડવાનું વિચાર્યું હતું.

મે મહિનામાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરીને તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં આ ટુકડાને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આરી વડે મૃતદેહના 35 ટુકડા કરી પોતાના ઘરમાં રાખ્યા હતા. આ માટે આફતાબે નવું મોટું ફ્રિજ ખરીદ્યું હતું. મૃતદેહના 35 જેટલા ટુકડાને ફ્રિજમાં સંતાડી રાખ્યા હતા. બાદમાં 18 દિવસ સુધી રાત્રે બે વાગ્યે તે એક પછી એક મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને જંગલમાં ફેંકી ઠેકાણે પાડવા જતો હતો.

મુંબઈના મલાડ વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યાં અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. મુંબઈમાં રહ્યા પછી બંને દિલ્હી આવ્યાં અને અહીં જ રહેવા લાગ્યાં હતાં. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરિવારજનોના વિરોધ પર બંને દિલ્હી આવી ગયાં હતાં. શ્રદ્ધાના પરિવારજનો ફોન દ્વારા દીકરી વિશે માહિતી મેળવતા હતા.

18 મે પછી શ્રદ્ધાએ પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ચિંતા થતાં પિતા વિકાસ મદન દીકરીની હાલત જાણવા 8મી નવેમ્બરે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું હતું. પિતાને દિલ્હીમાં દીકરી ન મળતાં તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પુત્રીના અપહરણનો આરોપ લગાવ્યો હતો. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી મુંબઈના કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેની મુલાકાત આફતાબ નામના યુવક સાથે થઈ અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments