Team Chabuk- National Desk: દિલ્હીના સિંઘુ બોર્ડર પર સ્થાનિક પ્રદર્શનકારીઓ અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને પક્ષેથી પથ્થરમારો થયો અને એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે સિંઘુ બોર્ડર પર સવારથી જ કેટલાક સ્થાનિક લોકો ખેડૂત આંદોલનકારીઓ સામે મોરચો ખોલીને પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ આંદોલન સ્થળેથી ખેડૂતોને હાઈવે પરથી હટાવવાની માગ કરી રહ્યા હતા. જો કે બપોર થતાં આ પ્રદર્શન હિંસાત્મક બની ગયું. સ્થાનિક પ્રદર્શનકારીઓ અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચેનો મામલો ઉગ્ર બની ગયો. બન્ને પક્ષો સામસામે આવી ગયા.
મળેલી માહિતી પ્રમાણે સિંઘુ બોર્ડર પર બન્ને પક્ષેથી પથ્થરમારો થયો. સ્થિતિને કાબુમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. ટિય ગેસના સેલ પણ છોડવામાં આવ્યા. જો કે મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે, લોકો પોલીસ કર્મીઓના હાથમાં પણ ન રહ્યા. ઘટનામાં ઘણા લોકો અને પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે.
#WATCH | Delhi: Group of people claiming to be locals gather at Singhu border (Delhi-Haryana border) demanding that the area be vacated. pic.twitter.com/AHGBc2AuXO
— ANI (@ANI) January 29, 2021
આ બબાલની વચ્ચે SHO અલીપુર પર એક પ્રદર્શનકારીએ તલવાર વડે હુમલો કર્યો. જેમાં એસએચઓ પ્રદીપ પાલીવાલને હાથ પર તલવાર લાગી. પોલીસે આ શખ્સને પકડી લીધો હતો અને તેના પર લાઠીચાર્જ કર્યો. થોડીવાર સુધી મામલો થાળે પડ્યા બાદ ફરી સ્થાનિક પ્રદર્શનકારીઓ અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચે સામસામે પથ્થરમારો થયો.
#WATCH: Delhi Police hit a protesting farmer after he attacked a Police personnel, dragging him to the ground along with him. Visuals from Singhu border.
— ANI (@ANI) January 29, 2021
(Note: Abusive language) pic.twitter.com/gILDF9OPA1
સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનકારીઓ અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા પથ્થરમારા અંગે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે. અખિલેશ યાદવે લખ્યું કે, ‘અત્યારે ભાજપાઈ ઉત્પાતિઓએ સિંઘુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન પર પથ્થરમારો કર્યો છે. આખો દેશ જોઈ રહ્યો છે કે ભાજપ કેટલાક પુંજીપતિઓ માટે કેવી રીતે દેશના ભોળા ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે. ભાજપનું ષડયંત્ર અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધ કિસાન પર કરવામાં આવી રહેલી નિર્દયતા નિંદનીય છે.’
अभी भाजपाई उत्पातियों ने सिंघु बार्डर पर किसानों के आंदोलन पर पथराव किया है। सारा देश देख रहा है कि भाजपा कुछ पूँजीपतियों के लिए कैसे देश के भोले किसानों पर अत्याचार कर रही है।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 29, 2021
भाजपा की साज़िश और बच्चों, महिलाओं व बुजुर्गों किसानों पर की जाने वाली निर्दयता घोर निंदनीय है।
મહત્વનું છે કે શુક્રવારે સવારથી જ સિંઘુ બોર્ડર પર સ્થાનિક લોકો એકઠાં થયા હતા અને ખેડૂત આંદોલનકારીઓ સામે પ્રદર્શન કરી રહ્યા હતા. સ્થાનિક લોકો ‘તિરંગે કા અપમાન, નહીં સહેગા હિંદુસ્તાન’ના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પોલીસ પાસે હાઈવે ખાલી કરાવવાની માગ કરી રહ્યા હતા. જો કે અચાનક બન્ને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત