Homeગામનાં ચોરેઆગ્રામાં હિંદુ યુવતીની સંદિગ્ધ મોત પર બે જૂથ વચ્ચે ટકરાવ

આગ્રામાં હિંદુ યુવતીની સંદિગ્ધ મોત પર બે જૂથ વચ્ચે ટકરાવ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક યુવતીની આત્મહત્યાના કારણે બે જૂથ વચ્ચે ટકરાવ થયો છે. આરોપ લાગ્યો છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. તેનો પતિ પણ વારદાત બાદ ફરાર છે. યુવતીના મૃત્યુની ખબર મળ્યા બાદ ભાજપના નેતા અને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા. તેમણે ન્યાયની ગુંહાર લગાવી હતી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાનું જણાવ્યું હતું. આ મુદ્દે બે સમુદાયની વચ્ચે વિવાદ પણ થયો હતો. આરોપ એવો લાગ્યો છે કે સ્થિતિ એટલી કથળી ગઈ કે પથ્થરમારો પણ થયો અને ફાયરિંગ પણ થઈ.

ઘટના શું છે?

યુવતીએ એક વર્ષ પૂર્વે અરમાન નામના છોકરાની સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પરિવારની મરજીની વિરૂદ્ધ થયા હતા. પહેલા બંને ઘરથી અલગ રહી રહ્યા હતા. થોડા સમય પછી અરમાન શાહગંજ ચિલ્લા પાડામાં પોતાના ઘરમાં આવી રહેવા લાગ્યો. બંનેની વચ્ચે શું થયું તેની જાણકારી પ્રાપ્ત નથી થઈ. પણ છોકરીએ 12 નવેમ્બરની રાત્રીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. સૂચના મળતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તેનો પતિ ફરાર થઈ ગયો.

ભરપૂર નારેબાજી

પોલીસે ઘટના અંગે છોકરીના પરિવારજનોને અવગત કર્યા હતા. પરિવાર તો આવ્યું જ આવ્યું પણ ભાજપના નેતાઓ પણ આવ્યા. છોકરો અને છોકરી બેઉં અલગ અલગ સમુદાયના હતા. બંને સમુદાય વચ્ચે ચકમક ઝરી. કથિત રીતે ફાયરિંગ અને પથ્થરમારો થયાના પણ સમાચાર મળી રહ્યા છે. આ સિવાય પોલીસ પર પણ હુમલો થયો. સ્થિતિ હાથમાંથી સરકતી જોતા ભાજપના ધારાસભ્ય રામ પ્રતાપસિંહ ચૌહાણ અને યોગેન્દ્ર ઉપાધ્યાયે પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પોલીસ સ્ટેશનની બહાર ભરપૂર નારેબાજી કરી હતી. અરમાન અને તેના પરિવારજનોની વિરૂદ્ધ હત્યાનો કેસ ફાઈલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોલીસે શું કહ્યું?

આ અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે, ‘યુવતીએ બીજા સમુદાયના યુવકની સાથે લગ્ન કર્યા હતા. તેની સંદિગ્ધ સ્થિતિમાં મોત થઈ ચૂકી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. જે પણ દોષિત હશે કાર્યવાહી થશે.’ તો ભાજપના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયનું કહેવું છે કે, પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની બહેનની હત્યા કરવામાં આવી છે. સાથે જ પોલીસ પર જે હુમલો થયો છે, તેના પર પણ એફઆઈઆર કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments