Team Chabu-National Desk: આમ તો દિલ્હી રાજકીય અખાડાઓથી વારંવાર દૂષિત થતી આવી છે પણ હવે દર શિયાળામાં તેનું વાતાવરણ ભલભલાનો શ્વાસ બેસાડી દે છે. દિલ્હી એનસીઆરની આબોહવા સુધરવાનું નામ નથી લઈ રહી. વાયુ પ્રદુષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચ્યા બાદ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘરથી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
Delhi's historical monuments Red Fort and Jama Masjid shrouded in smog as air quality dips to 'severe' category pic.twitter.com/cnfFq9hnWH
— ANI (@ANI) November 13, 2021
શનિવારના રોજ દિલ્હીની હવાનો એવરેજ એક્યૂઆઈ 499 નોંધાયો હતો. જે ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લા અને જામા મસ્જિદ ધુમ્મસની ચાદરથી ઢંકાય ગયા છે. શનિવારે હવા વધારે ઝેરીલી થઈ ગઈ છે. સ્થિતિમાં સુધારના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા. બીજી બાજુ સીપીસીબીએ પ્રદૂષણથી બચવાના ઉપાયોને લઈને જાણકારી પણ આપી છે. જે લોકોને ઉધરસ, શરદી અને છાતીમાં ભારે દુખાવા વગેરેની સમસ્યા હોય, તેમને તાત્કાલિક ચિકિત્સીય પરામર્શની સાથે ઘરમાં જ આરામ કરવાની સલાહ આપી છે.
સીપીસીબીએ સલાહ આપી છે કે, જે લોકોને આવશ્યક કાર્ય માટે ઘરની બહાર જવું પડી રહ્યું છે, તેઓ ઘરે પરત ફર્યા બાદ બે વખત ચોખ્ખા પાણીથી મોઢું સાફ કરે અને પછી ઉકાળેલા પાણીનું જ સેવન કરે. દિનચર્યા પર પણ નજર રાખે. શ્વાસ લેવામાં અડચણ પડે તો તાત્કાલિક ડોક્ટરની પાસે જઈ પરામર્શ કરો.
કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું આકલન છે કે 18 નવેમ્બર સુધી સ્થિતિ સુધરવાના કોઈ આસાર નથી દેખાઈ રહ્યા. હવામાન આ પ્રકારે જ અકબંધ રહેશે. રાતમાં હવાઓ પૂરી રીતે શાંત રહેશે. સરકારી અને ખાનગી ઓફિસોને સીપીસીબીની સલાહ છે કે 30 ટકા સુધી જ વાહનોનો ઉપયોગ કરવામાં આવે. વર્ક ફ્રોમ હોમની સાથે કાર પૂલિંગને પણ પ્રોત્સાહન આપે.
બીજી બાજુ દિલ્હીની શાન એવું ચાંદની ચોક શુક્રવારના રોજ પ્રદૂષિત વિસ્તારોની લિસ્ટમાં ટોચ પર રહ્યું હતું. આ વિસ્તારનું વાયુ ગુણવત્તા સૂચકઆંક 491 રેકોર્ડ કરવામાં આવ્યું છે. જ્યારે 490 અંકોની સાથે મંદિર માર્ગ બીજા નંબરનો પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. પ્રદૂષણની ચાદર દિલ્હીમાં એ રીતે ભારે પડી રહી છે કે હવાની ગુણવત્તા માપનારા તમામ 36 મોનીટરિંગ સ્ટેશનનો સૂચકઆંક 450 ઉપર પહોંચી ગયો છે. ચિંતાજનક વાત એ છે કે દિવસભરમાં કેટલીય વખત સ્ટેશનો પર પીએમ 10 અને પીએમ 2.5નું સ્તર 500થી ઉપર પહોંચી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત