Homeગામનાં ચોરેનવાબ મલિકે જવાબ આપી દીધો કે, ક્રૂઝ પર પ્રિયતમા સાથે નાચતો સમીર...

નવાબ મલિકે જવાબ આપી દીધો કે, ક્રૂઝ પર પ્રિયતમા સાથે નાચતો સમીર વાનખેડેનો દાઢીવાળો ડ્રગ માફિયા મિત્ર કોણ છે?

Team Chabuk-National Desk: નવાબ મલિકે આર્યન ખાન કેસમાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટીમાં સામેલ દાઢીવાળો ફેશન ટીવીનો હેડ કાશિફ ખાન છે. એ ડ્રગ માફિયા સમીર વાનખેડેનો મિત્ર છે. જે દેશભરમાં ડ્રગ્સ વેચે છે અને સેક્સ રેકેટ ચલાવે છે.

તેમણે પૂરાવો હોવા અંગેની વાત ઉચ્ચારતા કહ્યું કે, મુંબઈ ક્રૂઝ પાર્ટીનો 6-23 વાગ્યાનો એક વીડિયો મારી પાસે છે. જેમાં કાશિફ ખાન પોતાની પ્રિયતમાની સાથે નાચી રહ્યો છે. ક્રૂઝ પાર્ટીમાં કેટલાય આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં એક આયોજન કાશિફ ખાનનું પણ હતું. એ દેશભરમાં કેટલાય ઈવેન્ટનું આયોજન કરે છે, આ ઈવેન્ટમાં ડ્રગ્સનો ધંધો થાય છે.

નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે, સમીર વાનખેડે કાશિફ ખાનને લાંબા સમયથી બચાવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, કેટલાય એનસીબી અધિકારીઓએ મને જણાવ્યું કે, તેઓ કાશિફ ખાન પર કાર્યવાહી કરવા ઈચ્છતા હતા. પણ સમીર વાનખેડે તેમને રોકી દેતો હતો અને કાર્યવાહી કરવાની ના પાડી દેતો હતો.

ટ્વીટર પર સમીર વાનખેડે અને તેની પ્રથમ પત્નીની તસવીર સાર્વજનિક કર્યા બાદ આરોપોથી ઘેરાયેલા નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમણે પરવાનગી વગર કંઈ પણ નથી કર્યું. મારી પાસે રાતના બે વાગ્યે આ તસવીરો આવી. તસવીરો મોકલનારી મહિલાએ જ મને કહ્યું હતું કે, આ તસ્વીરો સાર્વજનિક કરો. મલિકે એમ પણ ઉમેર્યું હતું કે, તેમણે તેમની વર્તમાન પત્ની ક્રાંતિ રેડકર પર કોઈ પણ પ્રકારની ટીપ્પણી નથી કરી.

નવાબ મલિકે કહ્યું હતું કે, તેમણે ફરી એનસીબી ડીજીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, 26 કેસને બંધ કરવામાં ન આવે, તેની તપાસ થાય અને જે નિર્દોષ છે તેમને ન્યાય મળે. મુંબઈની જેલમાં 100 કરતા વધારે નિર્દોષ લોકો છે. તેમને ખોટા આરોપમાં ફસાવનારા લોકોની તપાસ થવી જોઈએ અને તેમને સજા મળવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments