અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર
હ્રદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર
અર્ચનાના મોઢામાંથી નીકળેલા શબ્દો તીક્ષ્ણ બાણ જેવા બની કાવ્યાની છાતીમાં ભોંકાઈ ગયા. કાવ્યા જમીન પર ફસડાઈ પડી. તેને ઊભી કરવા માટે હોસ્પિટલમાં કામ કરી રહેલી નર્સ દોડી આવી. સામે પેટ પર હાથ રાખીને ઉભેલી અર્ચનાના પેટનું પાણી ન હલ્યું. કાવ્યા રડવા જેવી થઈ ગઈ.
કોલેજમાં એક બીજાની પાક્કી બહેનપણીઓ. કાવ્યા અને અર્ચનાનો રમતિયાળ અને હસમુખો સ્વભાવ જોઈ કોલેજના છોકરાઓ તેમને સીતા અને ગીતા કહી બોલાવવા લાગેલા. બંનેની મિત્રતા ગયા જનમના સગપણ જેવી. એકને લાગે તો બીજીને તકલીફ થાય. કોલેજનો કોઈ નપાવટ છેડવા આવે તો બેઉં ભેગી થઈ સેન્ડલથી ફટકારી ફટકારી ચામડી ઉતેળી નાખે એવી રણચંડીઓ. આ દોસ્તીમાં ખુશી અને મોજનો મિર્ચ મસાલો હતો. ગુજરાતી વિભાગમાં એડમિશન લીધાને ચાર જ મહિના થયા હતા. ને કાવ્યાની આંખમાં એક છોકરો વસી ગયો.
રાત દિવસ તેના ખ્વાબ જોવા લાગી. રોજ રાતે ઉંઘતી ત્યારે સપનામાં તેની સાથે સાત ફેરા ફરી લેતી. રોજ ઉઠતી ત્યારે આજે તેની સાથે કઈ રીતે વાત કરવી તેનું બહાનું શોધતી. હજુ તેણે આ વાત પોતાના જીવના કટકા જેવી બહેનપણી અર્ચનાને નહોતી કહી.
સામેનું પાત્ર હતું મંતવ્ય. કાવ્યા અને અર્ચનાનો સિનીયર. પહોળા ખભા, વિશાળ છાતી ને સોહામણો ચહેરો. વાત વાતમાં સાહિત્યક ભાષા પર આવી જાય તો સામેનાને ખબર ન પડે. દલપતરામની કવિતાઓને વિરોધીઓ સામે કટાક્ષની જેમ વાપરે, નર્મદના કુળનો હોવાની વાતો કર્યા રાખે, રમેશ પારેખની ગઝલો તેને યાદ અને પ્રકૃતિને મનોજ ખંડેરિયાની જેમ ચાહે. ચોરસ ચશ્મા. દાઢી પર હાથ પસવારી મૂછને વળ દેવાનો વારંવાર પ્રયત્ન કરતા મંતવ્યના મનનું મંતવ્ય શું છે તે તો તેણે કોઈ દિવસ કહ્યું નહીં.
કાવ્યા પણ દેખાવે, કોઈ લેખકને તેની છેલ્લી કૃતિ અતિશય ગમતી હોય તેવી. જીન્સ અને ટોપમાં મોડલથી ઓછી ન લાગે. એની નશીલી આંખોમાં ડૂબવાનું મન થઈ જાય, પણ આજે નશીલી આંખોની એ માલકણ કોઈ બીજાની આંખમાં ગરકાવ થઈ ગઈ હતી.
‘આજે તો કહી જ દઉં.’ તેવું મનમાં વિચારીને તે ગઈ, પણ કહી કોને દીધું ? જીવથી પણ વ્હાલી અને કોલેજમાં ગીતા નામે ઓળખાતી અર્ચનાને. અર્ચના પહેલા તો તેના ચહેરાને જોઈ રહી. તેમાં શરમ દેખાતી હતી, પણ આંખમાંથી મદદની અરજનો ભાવ પણ તરી આવતો હતો.
‘તો અમારી કાવ્યાને એનો મનનો માણીગર મળી ગયો.’
‘કોઈ ન હોય ત્યાં દૂર ચાલ.’ બાવડુ પકડીને કાવ્યા અર્ચનાને ખુલ્લા મેદાનમાં ખેંચી ગઈ. બપોરના બાર વાગ્યા હતા. મેદાનમાં સૂરજ દેવતાની સિવાય આ વાતનું કોઈ સાક્ષી બને તેવું ન હતુ.
‘હું છોકરી છું. કેવી રીતે કહું કે તેને પ્રેમ કરું છું?’
‘એને તારામાં રસ છે ?’
‘એ કેવી રીતે ખબર પડે?’
‘અરે ફસાવી લેવાનો યાર. અસાઈમેન્ટ બદલવા માટે જાય છે તું ત્યારે તેનું ધ્યાન તારી આંખ કે અસાઈમેન્ટ પર હોય છે… કે તારા..?’ અર્ચનાએ કાવ્યના સ્તન પર આંખથી ઈશારો કર્યો.
‘કેવું બોલે છે તું ? મારા સિવાય કોની સાથે વાતો કરે છે તે આટલી બગડી ગઈ?’
‘એક છોકરી તરીકે આટલી ખબર તો હોય જ..’
‘તું કહે હું પહેલ કરું?’
‘ચિંતા કરમાં.’ અર્ચનાની વાતમાંથી આત્મવિશ્વાસ છલકતો હતો, ‘હું વાત કરું છું. આજે કોલેજ પૂર્ણ થાય અને એ ભવનની બહાર નીકળે એટલે નરસિંહ મહેતાના પદ જેવા મંતવ્યને અમારી પદમણી પાસે ન ખેંચી લાવું તો કહે.’
કોલેજ પૂરી થઈ. બધા છૂટ્ટા પડ્યા. અર્ચના બહેનપણી કાવ્યા માટે મોકો શોધતી હતી પણ મિલન નામની બાઉન્ડ્રી અર્ચનાની આડે આવી રહી હતી. એ નજીક ચાલતા ચાલતા બબડી, ‘આ મિલનિયો કોઈનું મિલન નહીં થવા દે.’
તે દોડીને મિલન પાસે અદબ વાળેલી મુદ્રામાં ઊભી રહી ગઈ. ગુસ્સામાં તેની માથાની ચારેચાર રેખાઓ દેખાતી હતી, ‘શું થયું ?’ મિલને પૂછ્યું.
‘આ ઘટનાનું તારા મગજમાં મનફાવે તેમ વિવેચન કરમાં! આજ વહેલો ઘરે ચાલ્યો જા તો ન ચાલે?’ મિલન ચાલ્યો ગયો. મંતવ્યએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ઘોડો તબેલામાંથી છૂટે એમ ભાગ્યો.
‘શું છે?’ મંતવ્યએ પૂછ્યું.
‘એક છોકરી તને બેસવા હિંચકો આપે છે અને તારે હજુ આંબલી પીપળી રમવી છે!!’
નજીકમાં રહેલ ગુલમહોરનાં ઝાડમાંથી પાંદડાઓ ખર્યા. પાનખર આવવાની હતી. હવાના કારણે જમીન પર રહેલા પાંદડાઓ ખડખડ કરતાં ઉડ્યા. જાણે અર્ચના અને મંતવ્ય વચ્ચેની વાત કાન દઈને સાંભળવી ન હોય. અર્ચના તો બોલીને એ આશાએ ચૂપ થઈ ગઈ કે સાહિત્યના શિષ્ટ-પ્રશિષ્ટ સેમિનારો આપતા અને હું તો સાહિત્યનો ચંગેઝ ખા બનવાનો છું, એવા વિચારોમાં મહાલતો મંતવ્ય હમણાં કંઈક ફૂંક મારશે, પણ તેની તો સાંપ સુધી ગયો હોય એવી હાલત હતી.
દૂરથી આ દ્રશ્ય કાવ્યા જોઈ રહી હતી. મંતવ્ય જો હા પાડે તો તેના માટે પાર્કરની એક બ્લેક પેન ભેટમાં આપવા માટે લઈ રાખી હતી. એણે ભેટને છાતી સરસી ચાપી દીધી. સામે અર્ચના અને મંતવ્ય છૂટા પડ્યા.
અર્ચનાને આવતી જોઈ આતુરતાનો સમુદ્ર કાવ્યાની અંદર ઘુઘવવા લાગ્યો. તેની આંખોના ખૂણા ભરાવા તૈયાર હતા.
‘શું થયું ?’
‘હું ન પૂછી શકી.’
‘કેમ ? આજ બપોરે તો હંટરવાલી થતી હતી.’
‘કહેવું અને બોલવું એમાં ફર્ક છે. મંતવ્ય પાછો શબ્દોનો અર્જુન છે. એવા એવા બ્રહ્માસ્ત્ર છોડ્યા કે તે સંદેશો લઈને મોકલેલો તારો આ સેનાપતિ મૂળ વાત જ ભૂલી ગયો. આંબલી-પીપળી આગળ મારી વાત જ ન ગઈ.’
કાવ્યાનું મોઢું પડી ગયું. અર્ચનાએ તેના ખભે હાથ મૂક્યો અને બોલી, ‘સતરમી તારીખે તેની સાથે એક સાહિત્યક મેળામાં જાઉં છું. તું તો રજા પર હોઈશ. તારે કોઈ સગાના લગ્ન છે એવું કહેતી હતી ને ? બસમાં બેઠા બેઠા, વાત વાતમાં તારા નામનો વટાણો એના મોઢામાં મૂકી દઈશ.’
બેઉ એકબીજીને ભેટી પડી.
બીજા દિવસે સવારે મંતવ્યનો સાહિત્ય મહાકુંભમાં લેક્ચર હતો. રાતે જવું પડે તેમ હતું. અર્ચના તેની સાથે ગઈ. એક મિત્રના ખાલી ફ્લેટમાં રાત્રી રોકાણનો પ્રોગ્રામ હતો. રાતનું ભોજન પતાવી બેઉં ફ્લેટમાં પહોંચ્યા.
અને ફ્લેટમાં!!
ફ્લેટમાં અર્ચનાનો માંસલ દેહ મંતવ્યના ખોળામાં હતો. મંતવ્યના હાથ તેના ભરાવદાર અને ઉપસેલા નિતંબ પર હતા. અર્ચનાના ટટ્ટાર સ્તન તેની હડપીચીએ અડકતા હતા. થોડી વારમાં જ ધડકતા બે શરીરો અનાવૃત થઈ ગયા. પથારીમાં અર્ચના નામની ઢેલે મંતવ્ય નામના મોર માટે આમંત્રણની જાજમ પાથરી. પોતાની કળાનો પરિચય આપવા માટે મંતવ્ય નામનો મોર આગળ વધ્યો. પડછંદ શરીર અને દાઢીમાં તે સિંહ લાગતો હતો. જાણે હમણાં પોતાના શિકારનું મારણ કરશે. અર્ચનાના લીસા સપાટ પેટ પર મંતવ્યની જીભ ફરવા લાગી. આનંદના અતિરેકમાં અવાજની વ્યાધી ન ભળે માટે અર્ચનાએ હોઠને દાંતના જમણા ખુણામાં ભીંસી દીધા. ઉત્તેજનાના માર્યા નીકળનારા ઉદ્દગારોનું શમન થયું. દરિયાથી વિખૂટી પડી કાંઠે આવી ગયેલી માછલીને ફરી પોતાનામાં સમાવવા મંતવ્ય નામનું મોજું આગળ વધ્યું. ગળાના ભાગે ચુંબન કરી મંતવ્યએ લોહી ભેગું કરી દીધું. અર્ચનાએ ઘડીના છઠ્ઠા ભાગમાં તેનો બદલો લઈ લીધો. મંતવ્યના ખભાને કરડી ખાધો. અર્ચનાની અંદર ઉઠેલા વમળને શાંત કરવા માટે મંતવ્યએ તેના બંને હાથ ઓશિકા ઉપર દાબી દીધા. ગાંડી થયેલી નદી દરિયામાં વીલીની થઈ ગઈ.
ત્રણ મહિના પછી કોલેજના વોશરૂમમાં અર્ચનાએ ઉલટી કરી અને આજે તેને હોસ્પિટલ લઈ આવેલી કાવ્યાને ખબર પડી કે તે મા બનવાની છે. મંતવ્યના બાળકની મા!! નર્સે કાવ્યાને ઊભી કરી. એ સ્વસ્થ થઈ અને અર્ચના પર હાથ ઉપાડવા જતી હતી ત્યાં પાછળથી મંતવ્યએ તેનો હાથ પકડી લીધો. તેની આંખમાંથી અંગારા વરસતા હતા.
‘સામે ચાલીને જે છોકરી એક પુરૂષને કહે કે હું તને પ્રેમ કરું છું તેનો પ્રેમ ખોટો ન હોઈ શકે. હું તેને ગમે તે ભોગે અપનાવીશ.તેને તારા જેવી મિત્રની જરુર નથી.’
મંતવ્યના આ શબ્દોથી તેની આંખ સામે આખુ પિક્ચર ક્લિયર થઈ ગયું. પોતાના માટે દૂત બનીને ગયેલી અર્ચના છળ કરી મંતવ્યને પોતાનો બનાવી ગઈ. મંતવ્યના હ્રદયમાં રહેલી પ્રેમની પરીક્ષાનું પેપર અર્ચનાએ પોતે ભરી નાખ્યું અને આજે તેનું પરિણામ પણ સામે આવી ગયું. કાવ્યા ત્યાંથી ચાલી ગઈ અને મંતવ્યએ રડતી ર્અચનાને દિલાસો આપવા ગળે લગાવી દીધી, ‘આવી બહેનપણી કરતાં તો બહેનપણી ન હોવી એ સારી વાત છે.’
હોસ્પિટલમાં બનેલી આ ઘટના પછી કાવ્યાએ કોલેજ બદલાવી નાખી. સમાજની બદનામીથી બચવા માટે અર્ચનાએ એબોર્શન કરાવી લીધું અને બે વર્ષના સંબંધ બાદ તે મંતવ્ય નામના હીરાને પરણી ગઈ.
*****
પેથાણી સાહેબના ક્લિનિકમાં પોતાના સાત મહિનાના ગર્ભ પર હાથ ફેરવતી કાવ્યા ખુરશી પર બેઠી હતી. ડોક્ટરે તેના કાનને ગમે એવા સારા વાક્યો કહી તેના વખાણ કર્યા. અચાનક કાવ્યાની નજર ડોક્ટરના ટેબલ પર પડી. તેણે નામ વાંચ્યું અને આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘ડોક્ટર આ..??’
‘આ અર્ચના મંતવ્ય જોશી. બિચારીને એક વખત ગર્ભ રહેલો ત્યારે કુમળી વય હતી એટલે એબોર્શન કરાવ્યું. જેના થકી બાળક આવવાનું હતું તેને જ પરણી એટલે કે મિસ્ટર મંતવ્યને, પણ હવે તેને ગર્ભ નથી રહેતો. આજના રિપોર્ટ પરથી તો કદાચ કોઈ દિવસ નહીં રહે.’ બહાર વરસાદ વરસતો હતો અને કાવ્યાની આંખમાંથી પણ…
(સત્ય ઘટના પર આધારિત-પાત્રોના નામ બદલ્યા છે.)
(શિર્ષક પંક્તિ – ખલીલ ધનતેજવી)