Homeતાપણુંભાજપમાં ભરતીમેળોઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા

ભાજપમાં ભરતીમેળોઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા

Team Chabuk-Political Desk: એક બાદ એક ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ પક્ષનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. નારણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે એ પહેલા જ મોટા ગજાના કોંગ્રેસી નેતા અને આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નારણ રાઠવાએ કોંગ્રેસનો સાથ છોડી દઈ ભાજપનો હાથ પકડ્યો છે. આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં અન્ય કેટલાક નેતાઓએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેમાં અમદાવાદના અમરાઈવાડીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ પણ ભાજપમાં જોડાયા. 

naran rathva

સી.આર. પાટીલે કહ્યું કે, 10500 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમે સહુ એક પક્ષના કાર્યકર તરીકે જોડાયેલ હતા,તમને ઈચ્છા હતી કે લોકોના કામ થાય છે. પણ તમે જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. તમને એ વાત ખૂંચતી હતી કે પક્ષનું કોઈ લક્ષ્ય નથી.

કોણ છે નારણ રાઠવા ?

67 વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી.  તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. નારણ રાઠવા 2004થી 2009 સુધી UPA-1 સરકારમાં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જે બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો હતો. આ પછી તેમને લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું નહોતું. જો કે વર્ષ 2008માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે હવે નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments