કોરોનાના કારણે બીજા અગણિત રોગો દેખાતા બંધ થઈ ગયા છે. મલેરિયા અને ચિકનગુનિયાના જૂજ કેસો સામે આવ્યા. આ સિવાયના કોઈ કેસ દેખાતા નથી. શિયાળો હવે નજીકમાં છે. એક્સપર્ટ કહી રહ્યા છે કે શિયાળામાં કોરોના વધારે વિસ્ફોટક બનશે, કારણ કે શિયાળામાં શરદી અને ઉધરસની તકલીફ રહે છે. ઉંમરલાયક લોકોને શ્વાસની બીમારી હોય છે. જેથી કોરોના વધારે ઘાતક સાબિત થશે. પણ હવે એક એવું સંશોધન સામે આવ્યું છે જેમાં કોરોનાનો ફાયદો ઉડીને આંખે વળગે છે. સંશોધન છે કે કોરોનાના કારણે એક બીજો રોગ ઓસ્ટ્રેલિયા સહિતના કેટલાક દેશોમાં ઓછો થઈ ગયો છે. વાઈરસ છે ફ્લુ.
આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે કોરોના અને ફ્લુ આ બંને એકઠા થઈ ભયંકર તબાહી મચાવશે પણ હવે ફ્લુની ડિમાન્ડ રોગોની દુનિયામાં ઓછી થઈ રહી છે. અત્યારે રોગોમાં શિર્ષ સ્થાને કોરોના છે. કેટલાક નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે કોરોનાના કારણે ફ્લુના કેસમાં ધરખમ ઘટાડો આવ્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા જણાવવામાં આવ્યું છે કે ફ્લુના કેસમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તર પર અનુંમાન સેવવામાં આવી રહ્યું છે કે ફ્લુના કેસમાં ગત્ત વર્ષ કરતાં 98 ટકા કેસ ઘટી ગયા છે.
વાત જો ઓસ્ટ્રેલિયાની કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં ઓસ્ટ્રેલિયામાં કુલ 14કેસ સામે આવ્યા હતા. જ્યારે ગત્ત વર્ષે 367 કેસ સામે આવ્યા હતા. ટકાવારી કાઢવામાં આવે તો 96 ટકા કેસના રાવણનું દહન થઈ ગયું છે. એપ્રિલ પછી આવે છે જૂન. જૂન એવો મહિનો છે જ્યારે ફ્લુના કેસનો આંકડો આભે આંબવા સુધી આવી જાય. જૂન મહિનો આખો કોરોધાકોર નીકળી ગયો. એક પણ કેસ સામે ન આવ્યો.
WHO એટલે કોણ ? આવું કોરોના પછી પૂછી રહ્યાં છે! આ WHOના જણાવ્યા પ્રમાણે ઈન્ફ્લુએન્ઝા વાઈરસ એટલે કે ફ્લુ દ્વારા વિશ્વભરમાં દોઢથી પાંચ લાખ લોકો મોતને ભેટે છે. લિવરપૂલ યુનિવર્સિટીમાં વાઈરસ એક્સપર્ટ પ્રોફેસર જેમ્સ સ્ટેવાર્ટે કહ્યું છે કે, ઈમ્યુન સિસ્ટમ પ્રથમ સંક્રમણ બાદ એક્ટિવ થાય છે અને પછી વાઈરસનો ખાત્મો બોલાવી નાખે છે.
આ વચ્ચે જો કોઈ બીજો વાઈરસ શરીરની અંદર પ્રવેશ કરે તો તેને પણ ઈમ્યુન સિસ્ટમ મારી નાખે છે. જેથી સંભવ છે કે કોરોનાની ઈમ્યુનિટીના મુકાબલે ફ્લુ વાઈરસ ટકી નથી શકતો. ચાબુક તો ત્યાં સુધી કહે છે કે કોરોના સિવાય આપણે કોઈ રોગ વિશે વિચાર્યું જ નહીં. એટલે બધાને કોરોના જ થયો બીજો કોઈ રોગ થયો જ નહીં. જોકે આ વાત મેડિકલ એક્સપર્ટ ન માનેને.
તો બીજી યુનિવર્સિટી છે સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી ઓફ લંડનની વાઈરોલોજીસ્ટ એલિસાબેટ્ટ ગ્રોપેલ્લી કહે છે વાઈરસ પરજીવી હોય છે. એક વખત વાઈરસ વ્યક્તિના સેલમાં ઘુસી જાય છે તો એ નથી ઈચ્છતા કે એ વ્યક્તિના કારણે બીજા કોઈના શરીરમાં પ્રવેશ કરે. જેથી શરીરમાં કોઈ બીજો વાઈરસ પ્રવેશ કરે છે તો તે જૂના વાઈરસનો ખાત્મો બોલાવી દે છે. આ એ વાત જેવું છે કે નવો સિંહ પ્રદેશમાં ઘુસે તો જૂના સિંહને ભગાડી મુકે.
ઓસ્ટ્રેલિયા પછી જઈએ ચીલીમાં. ચીલીમાં ઓક્ટોબરના મધ્યગાળામાં માત્ર 12 કેસ સામે આવ્યા, જ્યારે ગત્ત વર્ષે આજ સમયે સાત હજાર કેસ હતા. દક્ષિણ આફ્રિકામાં ફ્લુના કેસમાં 99 ટકાનો તોતિંગ ઘટાડો થઈ ગયો છે.
બીજી બાજુ બ્રિટનમાં માર્ચથી અત્યાર સુધી ફ્લુના 767 કેસ સામે આવ્યા છે. ગત્ત વર્ષે માર્ચ મહિનાના ઓક્ટોબર મહિનામાં સાત હજાર કેસ હતા. હા, બીજા રાષ્ટ્રોની તુલનાએ બ્રિટનમાં આંકડો વધારે છે, પણ ઓછો છે! તો બીજા લોકો હજુ એમ કહે છે કે આ માટે વધારે અભ્યાસની જરૂર પડશે.
બસ એક જ પ્રાર્થના છે કે કોરોના વાઈરસની હાલત પણ ફ્લુ જેવી જ થઈ જાય. તેના 100 પર્સેન્ટ કેસ નાબુદ થઈ જાય. જો નવો વાઈરસ આવે તો જ જૂનો વાઈરસ ખત્મ થાય એવું ઉપરોક્ત સંશોધન કહેતું હોય, તો તો પછી થઈ રહ્યું.