Team Chabuk-Sports Desk: ક્રિકેટને ‘જેન્ટલમેન’ ગેમ શા માટે કહેવાય છે તેનું તાજું ઉદાહરણ ઈંગ્લેન્ડમાં રમાયેલી એક ટી-20 મેચમાં જોવા મળ્યું. આ મેચમાં ખેલાડીઓની ખેલદીલી જોવા મળી જો કે, બાદમાં ખેલદીલી દર્શાવનારા ખેલાડીઓની ટીમને ગંભીર પરિણામ પણ ભોગવવું પડ્યું. આ કિસ્સો ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટી-20 બ્લાસ્ટમાં રમાયેલી એક મેચનો છે. ટી-20 બ્લાસ્ટમાં લૈંકાશર અને યોર્કશર બે ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જો રૂટ આ મેચમાં યોર્કશર તરફથી રમી રહ્યો હતો. લૈંકાશરની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી. આ દરમિયાન મેદાન પર કંઈક એવું બન્યું જે લક્ષ્યનો પીછો કરતી ટીમ માટે તો ફાયદાકારક રહ્યું જ્યારે ડિફેંડ કરી રહેલી ટીમ માટે એટલું જ નુકસાનકારક સાબિત થયું.
ખેલાડીઓની ખેલદીલી
મેચ દરમિયાન લૈંકાશરના બે બેટ્સમેન લ્યૂક વેલ્સ અને સ્ટીવન ક્રોફ્ટ ક્રીઝ પર હતા. વેલ્સ જ્યારે 27 રન પર રમી રહ્યો હતો ત્યારે એક શૉટ રમ્યો અને તેના પર સિંગલ રન લેવા માટે દોડ્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફથી દોડી રહેલાં લૈંકાશરના બેટ્સમેન સ્ટીવન ક્રોફ્ટ વિકેટ વચ્ચે જ પડી ગયો. સ્ટીવન ક્રોફ્ટના પગની માંસપેસી ખેંચાઈ ગઈ હતી. તે દુઃખાવાના કારણે બૂમ પાડી રહ્યો હતો. જેના કારણે લૈંકાશરનો રન પણ પુરો ન થયો. બીજી તરફ યોર્કશરના ખેલાડીઓએ પણ ઈજાગ્રસ્ત ખેલાડીને આઉટ ન કર્યો. તેમની પાસે મોકો હતો છતાં તેમણે ખેલદીલી દાખવી.
What would you have done?
— Vitality Blast (@VitalityBlast) July 17, 2021
Croft goes down injured mid run and @YorkshireCCC decide not to run him out#Blast21 pic.twitter.com/v1JHVGLn1T
જે ખેલાડીને આઉટ ન કર્યો તે જ બન્યો હારનું કારણ
મેચમાં યોર્કશરની ટીમને આ ખેલદીલી બહું મોંઘી પડી. યોર્કશરને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જેનું એક મોટું કારણ ઈજાગ્રસ્ત ખેલાડી જ બન્યો જેને ટીમે આઉટ નહતો કર્યો. જે ખેલાડીને આઉટ નહતો કર્યો તેણે મેચના અંત સુધીમાં 26 રન બનાવ્યા. જ્યારે બીજા છેડેથી લ્યૂક વેલ્સે પણ 30 રનની ઈનિંગ રમી ટીમને જીત અપાવી.
19 ઓવરમાં મેળવી જીત
યોર્કશરની ટીમે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ લૈંકાશરે 19 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેચ જીત્યા બાદ ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓએ જીતની ખુશી પણ મનાવી.
PLAY IT!!! 🔊🔊🔊
— Lancashire Cricket (@lancscricket) July 17, 2021
⚡️ #LightningStrikes pic.twitter.com/riqVeFM3hb
મેચ હારી, દિલ જીત્યા
બીજી તરફ જો રૂટની યોર્કશર ટીમના વખાણ પણ થઈ રહ્યા છે જેમણે ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સોશિયલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓ કહી રહ્યા છે કે ભલે યોર્કશર મેચ હારી ગઈ પરંતુ તેણે દિલ જીતી લીધા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત