Team Chabuk-Entertainment Desk: ટીવી જગતનો સૌથી ફેવરિટ કોમેડી શો ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. સોની ટેલિવિઝન પર આ શોનું ફરીથી પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. કોમેડી કિંગ કપિલ શર્માના પ્રખ્યાત ટીવી કોમેડી શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ફરીથી લોકોને હસાવવા માટે આવી રહ્યો છે. આ અંગેની જાણકારી ખુદ કપિલ શર્મા (Kapil Sharma)એ રવિવારે સાંજે આપી છે. કપિલ શર્માએ ટ્વિટર અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા મારફતે પોતાના ફેન્સને આ ખુશ ખબર આપી છે.
છેલ્લા ઘણા સમયથી ઓફ એર થઈ ગયેલા પ્રખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) શરૂ થવાને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. આ શો ફરી શરૂ થાય તેની દર્શકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. હવે આ શો ટીવી પડદે પરત આવી રહ્યો છે. લોકોને ફરીથી પેટ પકડીને હસાવવા મટે કપિલ શર્મા (Kapil Sharma) એન્ડ ટીમ તૈયાર છે. મહત્વનું છે કે શોના મેકર્સે કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખીને શોને ઓફ એર કરી દીધો હતો.
ગત અઠવાડિયે સમાચારો સામે આવ્યા હતા કે ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)ના કલાકારોની વચ્ચે સેલેરીના ઇશ્યૂને લઈને શો ઓન એર થવામાં મોડું થઈ રહ્યું છે. હવે સમાચાર આવી ગયા છે કે કપિલ શર્માએ પોતાના ક્રુ મેમ્બર્સ સાથે ફરીથી શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં મળેલી એક જાણકારી પ્રમાણે ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) 21 ઓગસ્ટથી ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ પહેલા ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) 25 જુલાઈથી શરૂ થવાના સમાચાર હતા પરંતુ હવે 21 ઓગસ્ટે શો ફરીથી શરૂ થશે તેવું કહેવાઈ રહ્યું છે.
શોના નિર્માતાઓ તરફથી તારીખને લઈન હજુ કોઈ કન્ફર્મ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ શો શરૂ થવા જઈ રહ્યો છે તે અંગે ખુદ કપિલ શર્મા (Kapil Sharma)એ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી આજે જાહેર કરી દીધું છે. કપિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યું છે કે, new beginning with all the old faces એટલે કે જુના ચહેરાઓ સાથે એક નવી શરૂઆત. કપિલ શર્માએ ટ્વિટમાં ત્રણ ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા છે. જેમાં ધ કપિલ શર્મા શોની આખી ટીમ નજરે પડી રહી છે. આ ફોટોમાં કપિલ શર્મા (Kapil Sharma)ની સાથે, કૃષ્ણા (Krushna), કીકુ શારદા (kiku Sharda), ભારતી સિંહ (Bharti Singh), સુદેશ લહેરી (Sudesh Lehri) અને ચંદન પ્રભાકર (Chandan Prabhakar)નજરે પડી રહ્યા છે.
new beginning with all the old faces 😜 🤩 #tkss #thekapilsharmashow #blessings #gratitude #comingsoon ❤️🙏 pic.twitter.com/RSg5Ywjwo8
— Kapil Sharma (@KapilSharmaK9) July 18, 2021
કપિલ શર્માએ શો ફરીથી ઓન એર થવાની જાણકારી આપતાં જ ફેન્શ ખુશખુશાલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ધ કપિલ શર્મા શોના ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા ફેન્સ કપિલ શર્માને કહી રહ્યા છે કે ઘણા દિવસથી આ સમાચારની રાહ જોઈ રહ્યો હતો મજા આવી ગઈ. ઘણા ફેન્સ ડો. ગુલાટી એટલે કે સુનિલ ગ્રોવર (Sunil Grover)ને પરત લાવવાની પણ માગ કરી રહ્યા છે.
Sir Maja AA gaya Kya news Diya apne…bohut din se wait kar raha tha iss news ka….😎😎😎…….sudesh lehri sir ko bhi liye ho isbar👍👍👍…Maja double pic.twitter.com/drYxFqsbzB
— Sayon (@SayonRo49496345) July 18, 2021
ધ કપિલ શર્મા શો ફરી એક વખત ટીવી પડદે પરત આવી રહ્યાના સમાચાર મળતા જ ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે. આ શોમાં કપિલની સાથે સુમોના ચક્રવર્તી, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, ભારતી સિંહ સહિતના કલાકારો દર્શકોને હસાવશે. આ ઉપરાંત શોમાં અર્ચના પૂરણ સિંહ પણ નજરે પડશે. એવી પણ વાત જાણવા મળી છે કે શો માટે કપિલ શર્માએ પોતાની ફી વધારી દીધી છે. હવેથી કપિલ શર્મા એક એપિસોડ દીઠ લગભગ 50 લાખ રૂપિયા ફી લેશે. જો કે હવે ફરીથી ઓન એર થવા જઈ રહેલા શોમાં દર્શકો માટે કપિલ એન્ડ ટીમ શું નવું લઈને આવે છે તેના પર સૌની નજર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત