Homeતાપણુંરાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા આગળ કાળા પાટીયામાં લખ્યું હતું...

રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા આગળ કાળા પાટીયામાં લખ્યું હતું…

Team Chabuk-National Desk: દિલ્હીની અલગ અલગ બોર્ડર પર કૃષિ કાયદાઓનો વિરોધ ચાલી રહ્યો છે. વિપક્ષ ચોમાસુ સત્રમાં ભરપૂર વિરોધ કરીને સરકારને ઘેરી રહ્યું છે. એવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ખેડૂત કાયદાઓનાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી આજે ખૂદ ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. રાહુલ જે ટ્રેક્ટરથી સંસદ ભવન પહોંચ્યા હતા તેમાં કાળા કલરનું બોર્ડ મારેલું હતું અને ‘ખેડૂત વિરોધી ત્રણે કૃષિ કાયદાઓ પરત લો… પરત લો’ લખવામાં આવ્યું હતું.

સંસદ પહોંચીને રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે, ‘અમે ખેડૂતોનો સંદેશ લઈને સંસદમાં આવ્યા છીએ. ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સરકારે કૃષિ કાયદાઓને પરત લેવા જોઈએ. આ કાયદો બે ત્રણ મોટા ઉદ્યોગપતિઓ માટે છે. ખેડૂતોના ફાયદા માટે નથી. આ કાળો કાયદો છે.’ જણાવી દઈએ કે કૃષિ કાયદાઓને લઈને આજે પણ સંસદ પર જોરદાર હંગામો થયો હતો.

ત્રણ કૃષિ કાયદાઓની વિરૂદ્ધ આંદોલનના આઠ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અવસર પર સોમવારના રોજ મહિલાઓએ જંતર-મંતર ખાતે ખેડૂત સંસદનું આયોજન કરશે. સંયુક્ત ખેડૂત મોર્ચો સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયા બાદ 22 જુલાઈથી જ જંતર-મંતર પર ત્રણે કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે. SKMએ (સંયુક્ત કિસાન મોર્ચા) દાવો કર્યો છે કે આઠ મહિનાથી જાહેર થયેલા વિભિન્ન રાજ્યોના લાખો ખેડૂતો ભાગ લઈ ચૂક્યા છે.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં પેગાસસ પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટીસ આપી છે. આરોપ છે કે ત્રણસોથી વધારે ભારતીય હસ્તીઓનાં મોબાઈલ નંબર ઈઝરાયલ કંપની એનએસઓના પેગાસસ સ્પાઈવેયર મારફતે હેકિંગ માટે નિશાનો બનાવ્યા છે. જોકે સરકાર આ સમગ્ર ઘટનામાં વિપક્ષના તમામ આરોપોનો ઈન્કાર કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments