Homeદે ઘુમા કે“હું તારું અપહરણ કરાવી લઈશ”, આ મેચમાં શોએબે ઈરફાન પઠાણને આપી હતી...

“હું તારું અપહરણ કરાવી લઈશ”, આ મેચમાં શોએબે ઈરફાન પઠાણને આપી હતી ધમકી

Team Chabuk-Sports Desk:  2004માં ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાના પ્રવાસે હતી. આ દરમિયાન પાકિસ્તાને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી પોતાના નામે કરી લીધી હતી.  પહેલી અને બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. સિરીઝની બીજી ટેસ્ટ મેચ ફૈસલાબાદમાં રમાઈ હતી. જ્યાં બોલરને પીચમાંથી જરા પણ મદદ મળી ન હતી. પાકિસ્તાને બેટિંગ કરતાં 588 રન બનાવ્યા હતા. જવાબમમાં પહેલી ઈનિંગમાં ભારતે 603 રન બનાવ્યા હતા. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોની અને ઈરફાન પઠાણ વચ્ચે સારી પાર્ટનરશીપ જોવા મળી હતી.

ઈરફાન પઠાણે એક ટીવી શોમાં આ મેચનો એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે,  તેણે કેવી રીતે મહેન્દ્રસિંહ ધોની સાથે મળીને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પરેશાન કર્યો હતો. અખ્તરને આ મેચમાં એટલો ગુસ્સો આવ્યો હતો કે તેણે ઈરફાન પઠાણને એવું કહી દીધું હતું કે, “હું તારું અપહરણ કરાવી લઈશ.”

ઈરફાન પઠાણે કહ્યું કે, તે વિકેટ પર બાઉંસર ફેંકવો ખુબ મુશ્કેલ હતો. પરંતુ શોએબ અખ્તર સતત બાઉંસર ફેંકી રહ્યો હતો. અખ્તરના શોર્ટ બોલ પર જ સચિન તેંડુલકર આઉટ થઈ ગયા હતા.

281 રન પર ભારતે પોતાની પાંચમી વિકેટ સચિનના રૂપમાં ગુમાવી હતી. ટીમ થોડી મુશ્કેલીમાં આવી ગઈ હતી. આ બાદ ધોની અને ઈરફાને મોરચો સંભાળ્યો હતો.

ઈરફાને આ મુદ્દે કહ્યું કે, અમે ફૈસલાબાદમાં રમી રહ્યા હતા. 300 નજીક અમારી પાંચમી વિકેટ ગઈ. શોએબે તે વિકેટ પર સચિન પાજીને બાઉંસર પર આઉટ કર્યા જેના પર બાઉંસર ફેંકવો બહું મોટી વાત હતી.

ઈરફાને આગળ કહ્યું કે, બેટિંગ માટે હું આવ્યો. પહેલો બોલ કાન પાસેથી નીકળ્યો. મને બસ ચામડાની સુગંધ આવી. બીજો બોલ બીજા કાન પાસેથી ગયો. મને લાગ્યું કે હવે તે આગળની તરફ બોલ ફેંકશે પરંતુ ફરી બાઉંસર. જેમ-તેમ કરીને તે સ્પેલ પુરો કર્યો. તે જ્યારે બીજા સ્પેલ માટે બોલિંગ ફેંકવા આવ્યો તો મારી અને ધોનીની પાર્ટનરશીપ આગળ વધી રહી હતી. ધીનીએ કહ્યું કે કંઈ તો કરવું પડશે. મે કહ્યું, એક કામ કરીએ હું કંઈક બોલિશ અને તું બસ જોર-જોરથી હસજે ભલે તે ફની ન હોય. બાદમાં મે શરૂ કર્યું તો શોએબ અખ્તર ખૂબ ગુસ્સે થયો. આવું જ ચાલતું રહ્યું. આ દરમિયાન શોએબને એટલો ગુસ્સો આવ્યો કે તેણે મને કહ્યું કે, હું તારું અપહરણ કરી લઈશ. મેં કહ્યું કે, એ જ કરી લે કારણ કે આઉટ તો તું કરી નહીં શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments