Team Chabuk-International Desk: વિશ્વના પ્રથમ અંતરિક્ષ મિશન અપોલો-11ને આજે 52 વર્ષ પૂર્ણ થયા છે. 20 જુલાઈ 1969ના રોજ અમેરિકન અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારી દુનિયાની પ્રથમ વ્યક્તિ બની હતી. આ મિશનને માનવ ઈતિહાસની લાંબી છલાંગ તરીકે નવાજવામાં આવ્યું હતું. નીલ બાદ બીજી વ્યક્તિ બજ એલ્ડ્રિન હતા. જેમણે ચંદ્ર પર પગ મૂક્યો હતો.
52 years ago #Today, #Apollo11 was the first mission to land men on the Moon. More than half a century later, the Apollo program is still the highest peak in the history of human exploration. Time to move the next steps https://t.co/DQxdd0BoX8 pic.twitter.com/wDE1gJPMdj
— Massimo (@Rainmaker1973) July 20, 2021
ચંદ્ર પર પગ મૂકનારા ખૂબ હેરાન થયા
ચંદ્ર પર પગ મૂકનારા અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે કહ્યું હતું કે, આ માનવનું એક નાનકડું પગલું છે અને માનવતાની લાંબી છલાંગ છે. ‘That’s one small step for man. One giant leap for mankind.’ અપોલાના કુલ અગિયાર મિશન થયા હતા. જેમાં 33 અંતરિક્ષયાત્રીઓ હતા. જેમાંથી 27 ચંદ્ર સુધી પહોંચ્યા હતા. જોકે માત્ર 12 જ એવા હતા જેણે ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હોય. ચંદ્ર પર બીજો પગ મૂકનારા એલ્ડ્રીનનો કિસ્સો અવનવો છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ચંદ્ર પર કુલ 12 લોકોએ પગ મૂક્યો હતો. જેમાં મોટાભાગના લોકોએ જીવનમાં કોઈને કોઈ રીતે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એલ્ડ્રિનને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. એક અન્ય અંતરિક્ષ યાત્રી ડ્યૂકના પરિવારને તેમની સાથે તાલમેલ બેસાડવામાં ઘણી તકલીફ પડી હતી. તેમનું તો લગ્નજીવન તૂટવાની કગાર ઉપર આવી ગયું હતું. ચંદ્ર પર જનાર અન્ય એક ભાગ્યશાળી જીની સર્નનના બાદમાં લગ્ન તૂટી ગયા હતા અને એલન બીને બાદમાં કલાકાર તરીકે જીવન વ્યતિત કરવું પડ્યું હતું.
ઝરમર
5 ઓગસ્ટ 1930ના રોજ નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ઓહાયો રાજ્યના વેપકૉર્નેટામાં થયો હતો. તેમના પિતાનું નામ સ્ટીફન આર્મસ્ટ્રોંગ હતું અને માતાનું નામ વાયલા લુઈ એન્જલ હતું. અન્ય બે ભાઈઓ નીલથી નાના હતા. પિતા ઓહાયોની સરકારમાં ઓડિટરનું કામ કરતા હતા અને આ કારણે જ વારંવાર બદલી થવાથી તેમનું પરિવાર આખું ઓહાયો સ્ટેટ ઘુમી ચૂક્યું હતું. નીલની ઉંમર જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેમના પિતા તેને લઈને 20 જૂન 1936માં ઓહાયોના વારેન નામના સ્થળ પર એક ફોર્ડ ટ્રાઈમોટર હવાઈ જહાજમાં સવાર થયા અને નીલને પ્રથમ હવાઈ ઉડાનનો અનુભવ થયો. નીલ આર્મસ્ટ્રોંગે પોતાના કરિયરમાં એકથી એક ચડિયાતા હવાઈ જહાજો ઉડાવ્યા હતા. જેમાં 4000 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડનારાં એક્સ-15થી લઈને, જેટ રોકેટ હેલિકોપ્ટર અને ગ્લાઈડરનો સમાવેશ થાય છે.
ઈન્દિરા ગાંધી સાથે મુલાકાત
અમેરિકી રાજદૂતની હાજરીમાં ઈન્દિરા ગાંધીએ નીલ આર્મસ્ટ્રોંગ સાથે મુલાકાત થઈ હતી. ત્યારે ઈન્દિરા ગાંધી સાથે સંસદમાં હાજર પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે આર્મસ્ટ્રોંગને કહ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી સવારના સાડા ચાર વાગ્યા સુધી જાગ્યા હતા, કારણ કે તેઓ ચંદ્ર પર આપના ઉતરવાની ક્ષણને ચૂકવા નહોતા માગતા.’ આ વાત પર પોતાના હ્યુમરનો પરચો આપતા આર્મસ્ટ્રોંગે કહ્યું હતું કે, ‘ઈન્દિરાજી હવે તમને તકલીફ નહીં પડે, આગામી વખતે સુનિશ્ચિત કરીશ કે જ્યારે ફરી અમે ચંદ્ર પર ઉતરીશું ત્યારે તમારે જાગવું નહીં પડે.’
ભણો ખૂબ ભણો
નીલ ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ હોશિયાર હતા. ખગોળવિજ્ઞાન અને બ્રહ્માંડ તેમના રસના વિષય હતા. 16 વર્ષની ઉંમરમાં તેમણે વિદ્યાર્થી પાઈલટનું લાઈસન્સ મેળવી લીધું હતું. 1947માં માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પોતાના ખાનદાનમાં કોલેજમાં પગ મૂકનારા તેઓ બીજી વ્યક્તિ હતા. અમેરિકાની MITમાંથી પણ તેમણે અભ્યાસ કર્યો હતો. આર્મસ્ટ્રોંગનું એવું માનવું હતું કે તમે કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરીને સારામાં સારી શિક્ષા મેળવી શકો છો. કિશોર અવસ્થામાં જ તેમણે ઘણા ઈગલ સ્કાઉટ એવોર્ડ જીત્યા હતા. સાથે જ તેમને સિલ્વર બફેલો એવોર્ડ પણ મળ્યો હતો.
ઉત્તર કોરિયા ઉપરથી
1951ના યુદ્ધ દરમિયાન તેઓ ઉત્તર કોરિયા દેશની ઉપરથી ઉડી રહ્યા હતા. F9F પેન્થર જેટ વિમાન પરથી તેમણે નીચે જોયું કે ઉત્તર કોરિયાના સૈનિકો તેમની રોજિંદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ ઈચ્છેત તો સૈનિકોને એક ઝાટકે યમના ધામે પહોંચાડી શકેત, પણ તેઓ પોતાનું પ્લેન લઈ આગળ નીકળી ગયા. ખૂબ ઓછા લોકો નીલ આર્મસ્ટ્રોંગના મૃત્યુ વિશે જાણે છે. 25 ઓગસ્ટ 2012માં હ્રદયરોગના હુમલાના કારણે આર્મસ્ટ્રોંગનું મૃત્યુ થયું હતું. જ્યારે જ્યારે ચંદ્રનો ઉલ્લેખ આવશે ત્યારે ત્યારે આર્મસ્ટ્રોંગનું નામ પણ લેવામાં આવશે. જબ તક ચાંદ રહેગા આર્મસ્ટ્રોંગ તેરા નામ રહેગા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત