Homeસિનેમાવાદમલયાલમ અભિનેત્રીની આત્મહત્યા, ફ્લેટમાંથી લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

મલયાલમ અભિનેત્રીની આત્મહત્યા, ફ્લેટમાંથી લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Team Chabuk-Entertainment Desk: મલયાલમ ફિલ્મ અને ટીવી સિરિયલની લોકપ્રિય અભિનેત્રી રેંજુષા મેનને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ રેંજુષા મેનને ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ છે. આ ઘટનાથી ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે અભિનેત્રીના પરિવાર અને ચાહકો પણ શોકમાં ગરકાવ થયા છે. અભિનેત્રીના ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે.

રેંજુષા માત્ર 35 વર્ષની હતી. તેમનું ઘર તિરુવનંતપુરમના શ્રીકાર્યમ સ્થિત એક એપાર્ટમેન્ટમાં હતું. શ્રીકાર્યમ પોલીસે તેના મૃત્યુની તપાસ શરૂ કરી છે. સોમવારે સવારે રૂમ લાંબા સમય સુધી બંધ રહેતા પરિવારને શંકા ગઈ હતી.બાદમાં જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તેણી લટકતી હાલતમાં મળી આવી હતી.

દાવો છે કે, ટીવીથી લઈને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી રેંજુષા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. આ જ તેની આત્મહત્યાનું કારણ બન્યું. રેંજુષાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ શેર કરી હતી. જેના પર કોમેન્ટ કરી ચાહકો રેંજુશાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રેંજુષા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હતી. કોચી સ્થિત આ અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી શોમાં એન્કરિંગ કરીને કરી હતી. તે એક રસોઈ શોની હોસ્ટ હતી. આ શો હિટ થયા બાદ તે સિરિયલોમાં જોવા મળી હતી. તેણે ‘સ્ત્રી’ નામની ટીવી સિરિયલથી નાના પડદા પર પોતાના અભિનયની શરૂઆત કરી હતી. ટીવી સિવાય રેંજુષા સાઉથની ઘણી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે. અભિનય ઉપરાંત, રેંજુષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય હતી.

Malayalam actress commits suicide

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments