Team Chabuk-Sports Desk: પોર્ટુગલ અને માન્ચેસ્ટર યુનાઈટેડનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માત્ર મેદાન પર જ નહીં સોશિયલ મીડિયા પર પણ ટોચ પર છે. રવિવારે રોનાલ્ડોએ પોતાનો 37મો જન્મદિવસ મનાવ્યો હતો. જેના એક દિવસ પશ્ચાત તેણે ઈન્સ્ટાગ્રામ પર 40 કરોડ ફોલોઅર્સની સંખ્યા પાર કરી લીધી હતી. આ કિર્તીમાન રચનાર રોલાન્ડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની પ્રથમ વ્યક્તિ છે.
રવિવારના રોજ રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગેઝની સાથે જન્મદિવસની ઉજવણી કરતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં રોનાલ્ડોએ લખ્યું હતું કે, જિંદગી એક રોલર કોસ્ટર છે. આકરી મહેનત, ઝડપ, મુશ્કેલ લક્ષ્ય, અપેક્ષાઓ પર ખરું ઉતરવું, આ બધું જરૂરી છે. પણ અંતમાં પરિવાર, પ્રેમ, ઈમાનદારી, દોસ્તીના કારણે આ વસ્તુઓનું અસ્તિત્વ છે. શુભકામનાના સંદેશાઓ માટે ધન્યવાદ. 37 અને ગણતરી ચાલુ છે.
રોનાલ્ડો બાદ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સના મામલે મોડલ અને ટીવી પર્સનાલિટી કાઈલી જેનર બીજા સ્થાન પર છે. કાઈલીના ઈન્સ્ટાગ્રામ પર 30 કરોડ 90 લાખ ફોલોઅર્સ છે. આર્જેન્ટીના અને પેરિસ સેન્ટ જર્મનના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીના 30 કરોડ 60 લાખ ફોલોઅર્સ છે.
રોનાલ્ડોએ પોતાના છેલ્લા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, શારીરિક રીતે મને એવું લાગે છે કે હું ત્રીસ વર્ષનો છું. હું મારા શરીર અને મગજનો ખૂબ જ ખ્યાલ રાખું છું. હાલમાં જ મેં શીખ્યું છે એ એ છે કે 33 વર્ષની ઉંમર બાદ પણ શરીર શ્રેષ્ઠ કામ કરી શકે છે. જોકે અસલી યુદ્ધ માનસિક હોય છે. માનસિક રીતે ખૂદને મનાવવું જરૂરી હોય છે.
રોનાલ્ડોએ વધુમાં કહ્યું હતું કે, હું એ શોધવા ઈચ્છું છું કે શું હું 40, 41 કે 43ની ઉંમર સુધી રમી શકું છું. આ વિષય પર હજુ વિચાર કરવાનો બાકી છે. પણ મારા માટે આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે આ ક્ષણનો આનંદ લઈ શકું. જણાવી દઈએ કે હાલ રોનાલ્ડોના નામે આંતરાષ્ટ્રીય ફૂટબોલમાં સર્વાધિક ગોલ કરવાનો કિર્તીમાન છે. તેણે અત્યાર સુધીમાં 184 આંતરાષ્ટ્રીય મેચમાં 15 ગોલ ફટકાર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
