Homeદે ઘુમા કેરોનાલ્ડોની 90-90 મિનિટની પાંચ ઉંઘ પાછળનું શું કારણ છે ?

રોનાલ્ડોની 90-90 મિનિટની પાંચ ઉંઘ પાછળનું શું કારણ છે ?

Team Chabuk-Sports Desk : વિશ્વ પ્રતિષ્ઠીત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફૂટબોલ બહાર પણ એક વિશ્વ વિક્રમ બનાવી લીધો છે.  ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર 20 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. રોનાલ્ડો દુનિયાનો એક માત્ર એવો વ્યક્તિ બની ગયો છે જેના ઈન્સ્ટાગ્રામ પર 20 કરોડથી વધારે ફોલોઅર્સ હોય. આજે રોનાલ્ડો વિશે કેટલીક જાણી અજાણી વાતો કરીએ.

રોનાલ્ડોનો જન્મ 5 ફેબ્રુઆરી 1983માં પોર્ટુગલમાં થયો હતો. તેનું પુરૂ નામ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સેન્ટોસ અવેરિયો (Cristiano Ronaldo dos Santos Aveiro) છે. તેના રોનાલ્ડો તરીકે ઓળખાવા પાછળનું એક ખાસ કારણ છે. રોનાલ્ડોના પિતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગનના ખૂબ મોટા  ફેન હતા. જેથી તે દીકરાને પણ રોનાલ્ડો જ કહી બોલાવતા હતા. આમ, તમામ લોકો તેને રોનાલ્ડો તરીકે જ ઓળખવા લાગ્યા.

મેદાન પર રોનાલ્ડોની સ્ફૂર્તિ કેવી રહે છે તે આપણે જાણીએ છીએ. જોકે, આ સ્ફૂર્તિ એમ જ નથી આવી જતી, તેની પાછળ કલાકોની મહેનત છે. અન્ય ખેલાડીઓ કરતા રોનાલ્ડોનું ડાયટ, ઉંઘ લેવાની રીત અને કસરત કંઈક અલગ જ છે.

90-90 મિનિટની પાંચ ઉંઘ

રોનાલ્ડો સામાન્ય લોકોની જેમ સતત 8 કલાક નથી ઉંઘતો. રોનાલ્ડો 90-90 મિનિટની પાંચ ઉંઘ લે છે. એટલે કે દિવસમાં તે પાંચ વાર 90-90 મિનિટ સુધી ઉંઘી જાય છે. નિષ્ણાતો માને છે કે આમ કરવાથી મગજ ફ્રેશ રહે છે અને એકાગ્રતા વધે છે. આપને સવાલ થશે કે દિવસમાં પાંચ વાર ઉંઘી જતો રોનાલ્ડો બાકીના સમયમાં શુ કરે છે ?

30 મિનિટ સુધી સ્વિમિંગ

આ સિવાય તે જીમમાં સમય પસાર કરે છે. સાથે સાથે પરિવારને પણ સમય આપે છે. જીમમાં તે કાર્ડિયો એક્સરસાઈઝ જેમ કે, રનિંગ, રોઈંગ અને વેઈટલિંફ્ટિંગ પર ધ્યાન આપે છે. દરેક મેચ બાદ તે 30 મિનિટ સુધી સ્વિમિંગ પણ કરે છે. આ ઉપરાંત રોનાલ્ડો વિશેષ ચેમ્બરમાં ક્રાયોથેરાપી લે છે. ચેમ્બરનું તાપમાન માઈનસ 130 ડિગ્રી સુધી લઈ જવામાં આવે છે. જેમાં રોનાલ્ડો 3 મિનિટ સુધી રહે છે. આ પ્રક્રિયાથી તેને માંસપેશીની ઈજાઓમાંથી જલદી રાહત મળે છે.

રોનાલ્ડોનું ખાસ ડાયટ

રોનાલ્ડો દિવસમાં છ વાર જમે છે!  જેમાં બે લંચ, 2 ડિનર સામેલ છે. જમવામાં તે સલાડ, ફળ, લીલા શાકભાજી,  ઈંડા અને ચિકન પસંદ કરે છે.  આ પ્રકારના પ્રોટીનવાળા ખોરાકથી ઓમેગા-3 જેવા ફેટી એસિડ મળે તેને ભરપૂર માત્રામાં મળી રહે છે. જે એન્ટી એન્જિન તરીકેનું તેના શરીરમાં કામક કરે છે.

મદ્યપાનથી બિલકુલ દૂર

સામાન્ય પરિવારમાંથી આવતો આ ખેલાડી આજે અરબોનો માલિક છે. અને દુનિયાભરમાં તેના ફેન્સ છે. રોનાલ્ડોના પિતા માળીનું કામ કરતા હતા. 2015માં રોનાલ્ડોના પિતા દારૂના વધારે પડતા સેવનથી મૃત્યુ પામ્યા. રોનાલ્ડોને આ વાતનું બહુ દુઃખ થયું. આ જ કારણે રોનાલ્ડો દારૂને હાથ પણ નથી લગાડતો. રોનાલ્ડોના માતાએ ઘર ચલાવવા માટે અન્યના ઘરે ઘરે જઈને કામ પણ કર્યું છે.

બે વિકલ્પ

રોનાલ્ડોને બાળપણથી જ ફૂટબોલ રમવાનો ખુબ શોખ  હતો. 15 વર્ષ સુધીમાં તેણે ફૂટબોલમાં મહારત હાંસલ કરી લીધી હતી પરંતુ 15માં વર્ષે તેને હ્રદયની બીમારી વિશે જાણ થઈ. જેના કારણે તેને લાંબા સમય સુધી ફૂટબોલથી અળગા રહેવું પડ્યું. ડોક્ટરે રોનાલ્ડોને બે ઓપ્શન આપ્યા હતા. એક ફૂટબોલ રમવાનું છોડવું પડે અને બીજો સર્જરી કરાવવી પડે. જેમાં ખુબ જોખમ રહેલું હતું. સર્જરી સફળ ન જાય તો મૃત્યુ પણ થઈ શકે. રોનાલ્ડોએ આ બે વિકલ્પમાથી બીજો વિકલ્પ પસંદ કર્યો. આજે પરિણામ આપણી સામે છે.

એક પણ ટેટૂ કેમ નથી ?

રોનાલ્ડોના શરીર પર એક પણ ટેટૂ નથી. ટેટૂ ન કરાવવા પાછળનું ખાસ કારણ છે. રોનાલ્ડો નિયમિતપણે રક્તદાન કરે છે. રેડ ક્રોસની ગાઈડલાઈન મુજબ જે લોકો ટેટૂ કરાવે છે તે લોકો ઓછામાં ઓછા ચાર મહિના સુધી રક્તદાન નથી કરી શકતા. રોનાલ્ડો એક અનાથ આશ્રમ પણ ચલાવે છે. જેમાં 600થી વધારે બાળકો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments